સુરતમાં દર્દનાક હત્યાનો LIVE વિડીયો- આંધળા પ્રેમીએ જાહેરમાં જ યુવતીને ઉતારી મોતને ઘાટ, ફાંટી આંખે કરગરતો રહ્યો પરિવાર

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરત (Surat)ના કામરેજ (Kamaraj)ના પાસોદરા પાટિયા(Pasodra Patiya) પાસે માથાભારે યુવકે યુવતીને જાહેરમાં જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો(Video) સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, યુવતીના મોટા પપ્પા દ્વારા આજે ફરી ઠપકો આપવામાં આવતા યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત વધુમાં જાણવા મળ્યું છે કે, ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં બેને સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *