ગુજરાત: સુરત શહેર (Surat city) માં ફરી એકવાર નિષ્ઠુર જનેતાની ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. શિયાળા (Winter) ની ગુલાબી ઠંડીમાં જન્મેલ નવજાત બાળકી (Newborn baby girl) ને માતાએ જ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને કચરાના ઢગલામાં ત્યજી દીધી હોવાની શર્મસાર કરી દેતી ઘટના સામે આવી છે.
રડી રહેલ બાળકીનો અવાજ રાહદારીના કાને આવતાં નવજાત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સની મદદથી શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરારતી મચી જવા પામી છે. અગાઉ પણ આવી જ એક ઘટના સામે આવી હતી.
નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવી:
મશીન ઓપરેટર ભરત ઠાકોર જણાવે છે કે, થેલીમાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. રિક્ષાવાળાની ચાદરથી સાફ કરીને બાળકીને સિવિલ લઈ જવાઈ હતી. જો કે, આ અંગે એમ્બ્યુલન્સનાં EMT જણાવે છે કે, કોઈપણ પ્રકારની જાણકારી તેમજ ફોટો મીડિયામાં ન આપવા અંગે સુપરવાઇઝરે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે.
ભરત ઠાકોરે કહ્યું હતું કે સાહેબ, હું તો શ્રમજીવી છું, નોકરી પર જઈ રહ્યો હતો. ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિરની સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો ત્યારે કોઈ બાળકીના રડવાના અવાજ આવતાં હું ઊભો રહી ગયો હતો. બસ, આમ તેમ નજર કર્યા પછી કચરાના ઢગલામાં પડેલ એક થેલીમાં હલનચલન થતું રહ્યું હતું. ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવી હતી.
હાલમાં બાળકીની હાલત સાધારણ છે:
બાળકીને એક થેલીમાં એ પણ લોહીથી ખરડાયેલી હાલતમાં જોઈને હૃદય કંપી ઉઠ્યું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરીને રિક્ષાવાળા પાસે ચાદર લઈ એને થેલીમાંથી બહાર કાઢીને સાફ કરી ત્યારે તેનું રડવાનું બંધ થયું હતું. બાદમાં બાળકીને સિવિલ લઈ જઈને ડોક્ટરો દ્વારા NICUમાં રિફર કરી દેવાઈ હતી. હાલમાં બાળકની હાલત સાધારણ હોવાનું જાણવા મળી રહ્યું છે.
બાળકી તાજી જન્મેલી હોવાનું ડોક્ટરોએ કહ્યું:
ડો. ઉમેશ ચૌધરી જણાવે છે કે, બાળક નવજાત એટલે કે, હજુ 4 કલાક પહેલાં જ જન્મેલ હોવાનું કહી શકાય છે. બાળકીનું વજન અંદાજે 2 કિલો ઉપરનું હોય શકે એવું કહી શકાય. હાલમાં બાળકીને NICUમાં દાખલ કરીને તેણે જન્મ લેતાં ત્યજી દેવાઈ હોય એમ કહી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.