સુરત શહેરમાં અવારનવાર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવતી રહે છે. અસામાજિક તત્વોને પોલીસનો દર જ નથી એવું લાગી રહ્યું છે. લુખ્ખા તત્વો બેફામ બનીને લોકોને ઘાતકી હથિયારો સાથે જાહેરમાં જ બબાલ કરતા હોય છે અને મારામારી કરતા હોય છે.
View this post on Instagram
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હનુમાનનગર વિસ્તારમાં એક સાથે 25 થી 30 જેટલા લુખ્ખા તત્વો ઘટક હથિયાર સાથે આ વિસ્તારમાં દોડધામ કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને જેનો વિડીઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સુરતમાં કાયદો અને વ્યવસ્થાનો દિવસેને દિવસે ભંગ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ જવાબદાર છે. સુરત શહેરમાં લુખ્ખા તત્વો પર પોલીસ કોઈ પ્રકારની લગામ લગાવી શકતી નથી. જેને કારણે આવા અસામાજિક તત્વો દિવસેને દિવસે અલગ અલગ વિસ્તારમાં આંતક મચાવતા હોય છે. ત્યારે સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હનુમાનનગર વિસ્તારમાં એક સાથે 25 થી 30 જેટલા લુખ્ખા તત્વો ઘાતક હથિયાર સાથે આ વિસ્તારમાં દોડધામ કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો.
આ અસામાજિક તત્વો કોણ હતું? કોને મારવા માટે આ ઘાતક હથિયારો લઈને દોડી રહ્યા હતા તેની જાણકારી હજુ સુધી મળી નથી. જે પ્રમાણેની ઘટના સામે આવી છે જેમને લઈને અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે નો સીસીટીવી વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યો છે. હાલમાં તો પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.