છેલ્લા 24 કલાકમાં ગુજરાતના આટલાં તાલુકાઓને ભારે વરસાદે ધમરોળ્યા; જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો વરસાદ

Gujarat Heavy Rain Alert: ગુજરાતમાં તો જાણે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હોય તેવું લાગે છે. મોટા ભાગના જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તમામ જીલ્લામાં 1 થી 2.4 ઇંચ સુધીનો વરસાદ(Gujarat Heavy Rain Alert) વરસતા પડતા શહેરોના માર્ગો પાણીથી ભરાઇ ગયા હતા. જેના કારણે લોકો ખુબ જ અટવાયા હતા.

છોટાઉદેપુર અને આણંદમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આણંદ પાસે આવેલ બોરસદમાં બે દિવસ પહેલા 14 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 14 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં નડિયાદમાં 1 ઇંચ અને સૌથી વધુ તાપીના ઉચ્છલમાં 2.4 ઈંચ વરસાદ પડ્યો હતો.

તાપીના ઉચ્છલમાં 2.4 ઈંચ વરસાદ વરસતા આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વડોદરા, કુકરમુંડા, સોનગઢ, જાંબુઘોડા સાવલી જીલ્લાની વાત કરવામાં આવે તો આ તમામ જીલ્લાઓમાં 1.8 ઈંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદના પગલે આ શહેર પાણીમાં ગરકાવ
આ સાથે જ ખેરગામમાં પોણા 10 ઈંચ, વિસાવદરમાં પોણા 9 ઈંચ, દ્વારકામાં 189 મીમી, વઘઈમાં 185 મીમી, વ્યારામાં 7 ઈંચ, વાંસદામાં 170 મીમી, નવસારીમાં 164 મીમી, જોડિયામાં 158 મીમી, કચ્છના માંડવીમાં 154 મીમી, ડાંગ-આહ્વામાં 154 મીમી, મુંદ્રામાં 152 મીમી, ડોલવણમાં 151 મીમી વરસાદ નોંધાયો છે.રાજ્યના 6 તાલુકામાં 8 ઈંચ કરતા વધારે, 19 તાલુકામાં 6 ઈંચ કરતા વધારે, 35 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે, 66 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 92 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.