લોકડાઉનમાં લોકો નીકળ્યા ઘરની બહાર તો પોલીસે કર્યું એવું કે વિડીયો જોઈને તમે પણ કહેશો વાહ સજા હોય તો આવી!

કોરોનાવાયરસ ના સંક્રમણને નજરમાં રાખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં lockdown કર્યું છે.સરકારે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે જેનાથી લોકોમાં કોરોનાવાયરસ ના…

કોરોનાવાયરસ ના સંક્રમણને નજરમાં રાખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં lockdown કર્યું છે.સરકારે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે જેનાથી લોકોમાં કોરોનાવાયરસ ના સંક્રમણને ફેલાવતી રોકી રાખવામાં તેના માટે દેશભરમાં દરેક વિસ્તારમાં પોલીસ ખડકી દેવામાં આવી છે.પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે lockdown નિયમોનું પાલન કરે પરંતુ તેમ છતાં ઘણી જગ્યાએ લોકો કારણ વગર રોડ પર ફરતા નજર આવી રહ્યા છે.

લોકો વગર કારણે ફરી રહ્યા છે તેને રોકવા માટે પોલીસ ક્યાંક જડતાએ અપનાવી રહી છે તેવામાં વિલાસપુર પોલીસનો એક અનોખો નુસખો સામે આવ્યો છે. અહીંયાની પોલીસે ડંડા કે દંડ નહીં પરંતુ બહાર રોડ પર કારણ વગર ફરતા લોકો ની આરતી ઉતારી અને ચાંદલો કરી તેમનું સ્વાગત કર્યું.

આ વિડીયો ફેસબુકના એક યૂઝરે અપલોડ કર્યો છે. કેટલાક યૂઝરનું કહેવું છે કે આ વિડીયો છત્તીસગઢના વિલાસપુર નો છે.તેમનું કહેવું છે કે વિલાસપુર પોલીસ ચાર રસ્તા ઉપર lockdown નું ઉલ્લંઘન કરનાર લોકો ની આરતી ઉતારી રહી છે. ત્યારબાદ આ વિડીયો સતત વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે પોલીસ રોડ પર ફરતાં લોકોને રોકીને તેમની આરતી ઉતારી રહ્યા છે અને ત્યારબાદ તેના પર ફૂલ પણ વરસાવી રહ્યા છે અને ચાંદલો પણ કરી રહ્યા છે. બાકીના પોલીસ કર્મીઓ ઓમ જય જગદીશ હરે આરતી ગાઈ રહ્યા છે.આટલું જ નહીં વીડિયોમાં પોલીસ હાથ જોડી તેને વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ આપ આવા કપરા સમયમાં પોતાના ઘરમાં જ રહો જેથી અમે ભવિષ્યમાં તમારી આરતી ઉતારી શકીએ.

બીજી તરફ ફેસબુક યુઝરે એક બીજો વીડિયો પણ અપલોડ કર્યો છે જેના બેકગ્રાઉન્ડમાં આઇએ આપકા ઇંતજાર થા ગીત વાગી રહ્યું છે.પોલીસની આ પહેલથી lockdown તોડનાર લોકો એ શરમની લાગણી અનુભવી અને તેમણે પોલીસને આશ્વાસન આપતા કહ્યું કે હવે તેઓ ઘરમાંથી બહાર નહીં આવે. લોકો પોલીસના આ નવા કીમિયાની પેટ ભરીને વખાણ કરી રહ્યા છે તેમજ કારણ વગર રોડ પર ફરતા લોકો ઉપર નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *