હાલમાં જબલપુર જિલ્લામાં નેશનલ હાઈવે-30 મઝૌલી બાઈપાસ પર રવિવારે રાત્રે એક ભારે દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે આશરે બે વાગ્યે પૂરપાટ આવી રહેલી સ્કોર્પિયો ફ્લાઈઓવરની રેલિંગ તોડીને આશરે 35 ફૂટ નીચે પડી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું કાગળની જેમ પડીકું વળી ગયું હતું. કારમાં મુસાફરી કરી રહેલા મિત્રો પૈકી ત્રણના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત અન્ય બે મિત્રોની સ્થિતિ હજી ગંભીર છે.
રાત્રે 12:30 વાગે નિકળ્યા હતા
મળતી માહિતી મુજબ, આ યુવકો એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યાં આજુબાજુ ચા પીવા માટે નિકળ્યા હતા. જ્યાંથી પરત ફરતી વખતે મોડી રાત્રે આશરે બે વાગ્યે આ ઘટના બની હતી.
ફ્લાઈઓવર પર અનિયંત્રિત થયું વાહન
મઝોલી બાયપાસ NH-30 ફ્લાઈઓવર પાસે પહોંચતા જ વાહનનું નિયંત્રણ ખોવાય ગયું હતું. વાહન શેખર ચલાવી રહ્યો હતો. વાહન ફ્લાઈઓવરની 25 ફૂટની રેલિંગ તોડીને 35 ફૂટ નીચે પડ્યું હતું. આ ઘટના એટલી ભયંકર હતી કે, વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
ઘરમાં શોકનો માહોલ સર્જાયો
આ ઘટનાની જાણ થતા જ ઘરમાં શોક છવાય ગયો હતો. કાર્યક્રમવાળા ઘરોમાં જ્યાં થોડા કલાકો પહેલા ખુશી અને આનંદ હતો ત્યાં શોકગ્રસ્ત માહોલ સર્જાયો હતો. પરિવારને વિશ્વાસ ન થતો હતો કે, તેમના બાળકો હવે આ દુનિયામાં રહ્યાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle