કોંગ્રેસના ધારાસભ્યની જનતા રેડ- પકડાયો હોલસેલ વેપારી પણ ન રાખે એટલો દારૂ

ગુજરાત(Gujarat): રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ(Prohibition of alcohol) હોવા છતાં વિપક્ષી પાર્ટી સહિતના લોકોનો દાવો છે કે દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી રોજેરોજ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવે છે. રાજ્યમાં દારૂબંધી(Alcoholism)નો કાયદો લાંબા સમયથી અમલમાં છે, તેમ છતાં વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત થવાથી કાયદાની અસરકારકતા ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. બોર્ડર પર પેટ્રોલિંગ કરતી પોલીસની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વાવ(Vav)ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર(Ganiben Thakor) દારૂબંધી મુદ્દે આકરાપાણીએ હોય તેવું લાગી રહ્યું છે.

બુટલેગરના અડ્ડા પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ:
બે દિવસ પહેલા વિધાનસભામાં બુટલેગરોના નામ જાહેર કર્યા બાદ હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખુદ બુટલેગરોને ખુલ્લા પાડવાનું શરૂ કર્યું છે. ગેનીબેન ઠાકોરે ભાભરથી કોતરવાડા કેનાલ ઉપરથી રાત્રે 3 વાગ્યાના સુમારે પીકઅપ વાનમાંથી હેરાફેરી થતો દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે વિસ્તારના લોકો જોડાયા હતા. વિનુ સિંધી નામના બુટલેગરના ઠેકાણા પર દરોડા દરમિયાન એક બુટલેગરને ગેનીબેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને આવા કામ થતા હોવાનું કહ્યું હતું.

જુઓ શું કહ્યું ગેનીબેન ઠાકોરે ?
ગેનીબેન ઠાકોરે રેડ કરીને ચેતવણી આપી દીધી છે કે, હવે બનાસકાંઠા જિલ્લાના યુવાધનને જો કોઈ બરબાદ કરવાનું વિચારશે તેણે આવી રીતે જ બધાની વચ્ચે ખુલ્લા પાડવામાં આવશે અને સાથે તંત્ર અને પોલીસ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, મારા દ્વારા 15 માર્ચ 2022ના રોજ વિધાનસભામાં બુટલગેરના નામ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી અને જિલ્લા પોલીસ પણ બુટલેગરો સાથે મળેલી હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સાથે સાથે રાજસ્થાન સરહદમાંથી મોટા પાયે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

તંત્ર અને પોલીસ સામે સળગતા સવાલ:
ગુજરાતમાં તો દારૂબંધી છે છતા કેમ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે? શું આ બુટલેગરોમાં ખાખી વર્દીનો કોઇ ડર નથી રહ્યો? શું આમ થશે ગુજરાતમાં દારૂબંધી? ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છતા કેવી રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે? ગુજરાતમાં દેશી દારૂની હાટડીઓ કેમ ધમધમી રહી છે? બુટલેગરે કોની રહેમ નજર હેઠળ બેફામ બની રહ્યા છે ? દારૂબંધીના નિયમના કેમ ઉડી રહ્યા છે લીરેલીરા? આ બેફામ બુટલેગરોને કોણ છાવરી રહ્યું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *