મહાભારતના સમયમાં કર્ણ અને શ્રી કૃષ્ણ વચ્ચે એક વાત થઇ હતી.મહાભારતમાં સમયમાં આ બંને ની વાત દરમિયાન કર્ણ એ શ્રીકૃષ્ણને પૂછયું કે મારી માએ મને જન્મ આપીને તરત જ ત્યાગી દીધો એ મારો અપરાધ હતો કે મારો જન્મ એક અવધ્ય બાળકના રૂપમાં થયો.દ્રોણાચાર્ય મને શિક્ષા આપવા માટે ના કહી દીધી કારણ કે તેઓ મને ક્ષત્રિય નહોતા માનતા.તો એ શું મારો કસુર હતો?ગુરુ પરશોતમ એ મને વિધા આપી પરંતુ સાથે શ્રાપ પણ દીધો કે હું મારી બધીજ વિધા ભૂલી જઇશ.
ભૂલ થી એક ગાય મારા તીરના રસ્તામાં આવીને મુર્ત્યું પામી તેમાં મને ગોવર્ધન શ્રાપ મળ્યો.દ્રૌપદીના સ્વયંવરમાં મને અપમાનિત કરવામાં આવ્યો કારણકે મને કોઇ રાજધરનો વ્યક્તિ નહોતો સમજવામાં આવ્યો.મારી મા કુંતીએ પણ મને પોતાનો પુત્ર એટલા માટે માન્યો કારણકે હું બીજા ભાઇઓને સાચવી શકું.મને જે કંઇ પણ મળ્યું તે દુર્યોધનની દયા સ્વરૂપે મળ્યું તો શું એ ખોટું છે કે હું દુર્યોધન પ્રત્યે મારી વફાદારી રાખું.
ભગવાન દ્વારકાધીશે મંદ મંદ હસતા કહ્યું કે કર્ણ મારો જન્મ જેલમાં થયો હતો પરંતુ મારા જન્મની પહેલા મારી મૃત્યુ મારી રાહ જોઇ રહી હતી.જે રાતે મારો જેલમાં જન્મ થયો તેજ રાતે મારે મારા માતાપિતાથી અલગ થવું પડ્યું હતું.મેં ગાયો ને ચરાવી અને તેના છાણને ઉઠાવ્યું.જ્યારે હું ચાલી પણ નહોતો શકતો ત્યારે જ મારા પણ ઘણા બધા હુમલા થયા.મારા મામાએ જ મને પોતાનો સૌથી મોટો શત્રુ સમજ્યો.
જ્યારે તમે તમારી વીરતા માટે તમારા ગુરુ પાસેથી શિક્ષા લઇ રહ્યા હતા તે સમયે મારા પાસે શિક્ષા પણ ન હતી.હું મોટો થયો ત્યારે મને ઋષિ સાદીપની ના ગુરુકુળ જવાનો મને અવસર મળ્યો.જેમાં મારી આત્મા વસ્તી હતી તેની સાથે મારા વિવાહ ન થયા.મારે ઘણા બધા વિવાહ રાજનૈતિક કારણોથી કરવા પડ્યા.રાક્ષસો ના પ્રકોપના કારણે મારે મારા પરિવારને સુરકા પ્રાંતમાં સમુદ્રના કિનારે વસાવો પડ્યો હતો.દુનિયા એ મને કાયર કહું.દુર્યોધને યુદ્ધ જીતી જાય તો તેને ફળ મળે પરંતુ યમરાજના યુદ્ધ જીતવા પર, અર્જુનને ફળ મળ્યો.
કોઇપણ માણસ જીવન ની પરીક્ષા થી રહિત નથી રહેતું.બધાના જીવનમાં કાંઇક ને કાંઇક વાંધો હોય છે.થોડી કમીઓ દુર્યોધનમાં છે તો યુધિષ્ઠર માં બધું સારું નથી.સત્ય શું છે અને ઉયિત શું છે તે આપણે આપણી આત્માના અવાજથી નિર્ધારિત કરીએ છીએ એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કેટલી વાર આપણે આપણી જાત સાથે અન્યાય કર્યો છે.સંઘર્ષ તો બંને બાજુએ છે પરંતુ તમે તેનો સામનો શ્રી કૃષ્ણ જેમ કરો છો કે કર્ણની જેમ એ તમારા ઉપર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.