દહેજ માંગનારી દુનિયામાં આ જાનૈયાઓએ બધું દહેજ પાછું આપી ફક્ત દીકરી લઇ ગયા

રાજસ્થાનના ભીલવાડામાં એક એવા લગ્ન થયા જેમાં એક દુર્લભ ઘટના ઘટી.આ લગ્નમાં કન્યા પક્ષના લોકોએ જાનૈયાઓને હેલ્મેટ આપ્યા તો વરપક્ષે ચાંદલામાં મળેલા 5 લાખ 51 હજાર રૂપિયા પાછા આપી દીધા.

ભીલવાડા માં બુધવારે લગ્નમાં પહોંચેલા લગભગ 351 જાનૈયાઓનું અનોખું સ્વાગત થયું.જેમાં દુલ્હનના મામા તેમજ જિલ્લા પરિવહન અધિકારી વિરેન્દ્રસિંહ જણાવ્યું કે અમે જાનૈયાઓને રોડ સુરક્ષા અંતર્ગત હેલ્મેટ વિતરણ કર્યા.

ત્યારબાદ તેમણે હેલ્મેટ વિતરણ કર્યું તો વરપક્ષ તરફથી સવા રૂપિયો અને એક નારિયેળ લઈને લગ્ન કર્યા. એટલું જ નહીં વરપક્ષે દહેજ પણ પાછું આપી દીધું.

હેલ્મેટ વિતરણ કરવાની સાથે સાથે જ વર પક્ષને દહેજમાં મળેલા 5 લાખ 51 રૂપિયા કન્યાપક્ષને પાછા આપી દીધા.વરરાજાના પિતા મહેન્દ્રસિંહ તેમજ કાકા સુરેન્દ્રસિંહ કહ્યું કે અમારે તો દીકરી જોઈએ દહેજ ન જોઈએ. અને આ કારણે જ અમને ચાંદલામાં આપેલા પૈસાને પણ પાછા આપી દીધા છે.

જાનમાં આવેલા લોકો આ બંને અનોખી પહેલ નું સ્વાગત કરી રહ્યા છે.જાનમાં આવેલા વરરાજાના મિત્ર શંકરલાલ ગુર્જરે કહ્યું કે આ એક અનોખી પહેલ છે અને અન્ય લોકોએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *