અરે બાપરે! ભીષણ ગરમીથી ઝાડ પર બેઠેલા પક્ષીઓ ટપોટપ મરીને નીચે પડ્યા

Lalitpur Birds Dead: દેશના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે માણસો સહીત પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે . ત્યારે ઉત્તર પ્રદેશના લલિતપુરમાં કાળઝાળ ગરમીના કારણે કેટલાક પક્ષીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે જાખલૌનના મોહલ્લા(Lalitpur Birds Dead) તલૈયામાં એક વડના ઝાડ નીચે સેંકડો ચામાચીડિયા મૃત હાલતમાં મળી આવ્યા હતા. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ તપાસ માટે રવાના થઈ હતી.

ડેપ્યુટી ડિવિઝનલ ડાયરેક્ટર સાયરન સિદ્દીકીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ ગરમીના કારણે ચામાચીડિયાના મૃત્યુની આશંકા છે પરંતુ તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. નગરના રહેવાસી મહેન્દ્ર સિંહ બુંદેલા છોટ રાજાએ જણાવ્યું કે, વટવૃક્ષ પર મોટી સંખ્યામાં ચામાચીડિયા રહે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં ચામાચીડિયા મૃત્યુ પામ્યા હોવાની આ પહેલી ઘટના છે. સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી છે કે આકરી ગરમીના કારણે પક્ષીઓના મોત થયા છે. જો કે આ મામેલ તપાસ થયા બાદ જ હકીકત સામે આવશે.

તમને જણાવી દઈએ કે આવજો એક કિસ્સો મેક્સિકોમાં બન્યો છે. જ્યાં અસહ્ય ગરમીના કારણે સેંકડો વાંદરાઓના મોત નીપજ્ય છે.

સખત ગરમીના કારણે ઝાડવા પર બેઠેલા વાંદરા ટપોટપ પડ્યા, વાનરોના મોત થતા શહેરમાં મચ્યો હાહાકાર

મેક્સિકોમાં પણ ભયંકર ગરમી પડી રહી છે. માણસ તો માણસ છે પણ પ્રાણીઓ પણ ગરમીથી પરેશાન છે. સ્થિતિ એટલી ખરાબ છે કે રખડતા વાંદરાઓ(Mexico Heat Wave 2024) મરવા લાગ્યા છે. ટાબાસ્કો રાજ્યમાં ઓછામાં ઓછા 83 વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા છે. આ હોલર વાંદરાઓ તેમના ગર્જના અવાજ માટે જાણીતા છે.

ગરમીના કારણે વાનરની હાલત ખરાબ થતી જઈ રહી છે. કેટલાક વાંદરાઓને સ્થાનિક રહીશોએ બચાવી લીધા હતા. પાંચ વાનરને સ્થાનિક પશુચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કોઈક રીતે તેમનો જીવ બચી ગયો હતો. તેમની સારવાર કરનારા ડૉક્ટર સર્જિયો વેલેન્ઝુએલાએ કહ્યું, ‘તે ડિહાઇડ્રેશન અને તાવ સાથે ગંભીર સ્થિતિમાં પહોંચ્યો હતો. તેઓ ચીંથરા જેવા ઢીલા થઈ ગયા હતા.

ગરમીના કારણે આ ઘટના બની હતી. મેક્સિકોમાં ગરમીની હીટ વેવથી માર્ચથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. પશુચિકિત્સકના જણાવ્યા મુજબ, લુના કારણે ડઝનેક હોલર વાંદરાઓ મૃત્યુ પામ્યા હતા. એપીના અહેવાલ મુજબ મૃત વાંદરાઓની સંખ્યા સેંકડોમાં હોઈ શકે છે.