UP Crime News: ઉત્તરપ્રદેશના મુરાદાબાદની બુદ્ધવિહાર કોલોનીમાં બુધવારની સાંજે 5:00 વાગ્યે 4 વર્ષની બાળકી વિડીયો કોલ કરી, ફંદા પર લટકેલી માતાની લાશ (UP Crime News) પોતાની નાનીને દેખાડી હતી તો તેમના હોશ ઉડી ગયા હતા. માસુમ બાળકી એ જણાવ્યું હતું કે પપ્પાએ મમ્મીને લટકાવી દીધી છે. મમ્મી વાત કરતી નથી.
મૃતકના પિયર પક્ષએ તેની જાણકારી પોલીસને આપી અને પોતે પણ ગાઝિયાબાદથી મુરાદાબાદ આવી ગયા હતા. તેમણે હત્યા કરી લાશને લટકાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે મૃતકના પતિની ધરપકડ કરી છે.
ગાઝિયાબાદના મુરાદ નગરના જલાલપુર નિવાસી રૂબી રાણીના લગ્ન 2019માં ગાજીયાબાદના મોદીનગરમાં રહેતા રોહિત કુમાર સાથે થયા હતા. રુબી એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.
રોહિત એક પ્રાઇવેટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તે ઘરેથી જ ઓફિસનું કામ કરતો હતો. રુબી બુદ્ધ વીહારનમાં પોતાના પતિ અને 4 વર્ષની દીકરી ઓજસ્વી સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.
મૃતકના પિયર પક્ષના જણાવ્યા અનુસાર બુધવારની સાંજે લગભગ 5 વાગે ઓજસ્વીએ પોતાની નાનીને વીડિયો કોલ કર્યો હતો. તેણે નાનીને બતાવ્યું હતું કે મમ્મી ફંદા ઉપર લટકેલી છે. એ વાત નથી કરતી. પક્ષે તેની લાશ ફંદા પર લટકેલી જોઈ તો તેમના હોંશ ઉડી ગયા હતા.
તેમણે તેની જાણકારી પોલીસ સ્ટેશનમાં કરી હતી. બાદમાં મૃતકના પિયર વાળા પણ મુરદાબાદ આવી ગયા હતા. તેના માતા પિતાનો આરોપ છે કે રોહિત રોજ રોજ રૂબી સાથે મારપીટ કરતો હતો. અને તેણે જ હત્યા કરી લાશને ફંદા પર લટકાવી દીધી છે.
મુરાદાબાદ શહેરના એસ.પી રણવીજય સિંહએ જણાવ્યું હતું કે પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. તપાસને આધારે એફઆઇઆર નોંધવામાં આવશે. રોહિતની ધરપકડ કરી હાલ પૂછપરછ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસમાં જે સત્ય સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App