ગુજરાતના આ મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, જાણો વીર મહારાજના પરચાના પુરાવા

Vir Maharaj Temple: જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી. એવી લોક વાયકાઓ છે અને ભારતીયો આજે પણ માનતા, બાધામાં શ્રદ્ધા ધરાવે છે. ભારતમાં અનેક એવા મંદિરો આવેલા છે જ્યાં શ્રદ્ધા સાથે માનતા રાખવાથી તમારા દુખોનો નિવેડો આવી જતો હોય છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું. જ્યાં માનતા રાખવાથી પથરીના દુખાવો (Vir Maharaj Temple) મટી જાય અને આપ મેળે પથરી નીકળી જાય છે. અને કાયમી માટે પથરી પણ નથી થતી આ દુખ દૂર થતાં શ્રદ્ધાળુંઓ પથરીને મંદિરમાં આવીને પથરી ચઢાવે છે અને માનતા પુરી કરે છે.

માનતા રાખવાથી પથરીના દુખાવામાંથી છુટકારો મળે
બનાસકાંઠાના ડીસાથી 100 કિલોમીટરના અંતરમાં આવેલું રસાણામાં 250 વર્ષ પૌરાણીક વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી વીર મહારાજના મંદિરે પથરીના દુખાવામાંથી છુટકારો મળે છે.

જેને પણ પથરીનો દુ:ખાવો ઉપડે છે તે વ્યક્તિ મંદિરમાં આવી ને દોરો બંધાવવાથી એક મહિનામાં પથરી નીકળી જાય છે અને દૂ;ખાવો દૂર થઈ જાય છે. જે વ્યક્તિની પથરી નીકળી જાય છે તે પથરીને મંદિરમાં લાવી બાધા પૂરી કરે છે.મંદિરમાં આજના સમયે કુલ 10,291 જેટલી પથરીઓ બાધા પૂર્ણ થયા બાદ મૂકવામાં આવી છે.એક વ્યક્તિએ રાખેલી બાધાથી અત્યાર સુધી 100 જેટલી પથરીઓ નીકળી છે.

પથરીને મંદિરમાં ચડાવાય છે
જયારે પથરી નીકળી જાય ત્યારે પથરીને મંદિરમાં ચડાવવામાં આવે છે. આજે 2 હજાર ભક્તોની પથરીઓ મંદિરની બાધાથી નીકળી ગઈ છે. નીકળી ગયેલ પથરીઓ એક કબાટમાં કાચની બાટલીઓમાં જોવા મળે છે. ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીં આવે છે. પથરીના દુખથી છુટકારો મેળવે છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ અહીં માનતા રાખીને નાનીથી માંડીને 40 એમએમ જેટલી મોટી પથરીઓના દુખાવામાંથી છુટકારો પ્રાપ્ત કર્યો છે. અહીં કોઇપણ પ્રકારના પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી. રસાણાનું આ મંદિર આસપાસના સમગ્ર પંથકમાં ખૂબ જ જાણીતું બન્યું છે.

મંદિરે આવતા ભક્તો માટે ખાસ વ્યવસ્થા
આ મંદિરે દર પાંચમે મેળો ભરાય છે.આ મંદિરે આવતા ભક્તો માટે મંદિરના પૂજારી અને ગ્રામજનો દ્વારા ભક્તો માટે લાડુ અને દાળ ભાતની પ્રસાદી અને ચા પાણીની વેવસ્થા કરવામાં આવે છે.અત્યાર સુધીમાં ઘણા લોકોએ અહીં માનતા રાખીને પથરીના દુખાવામાંથી છુટકારો પ્રાપ્ત કર્યો છે.