સુરતના વેસુમાં નાતાલની ઉજવણીમાં ઉમટી પડી જનમેદની! સરકારી ગાઈડલાઈન્સના ઉડ્યા લીરેલીરા- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં વેસુ(Vesu) વિસ્તારમાં કોરોના ગાઈડલાઈન્સ(Corona Guidelines)ના ખુલેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ સુરતના વેસુ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના મારફતે વાયરલ થઇ રહ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે, લોકો ખુલ્લેઆમ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય.

મળતી માહિતી અનુસાર, વેસુ પાસે એસ. ડી. જૈન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ(S. D. Jain Sports Complex)માં નાતાલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ધી સ્ટ્રીટફિયા નામથી કરવામાં આવ્યું હતું. સાથે આ ઉજવણી દરમિયાન ડી જે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં આ વિડીયો એક ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, લોકોના મોઢા પર નથી માસ્ક કે નથી જળવાયું સામાજિક અંતર. પ્રોફેશનલ સિંગરને બોલાવીને મોટી માત્રામાં જનમેદની એકત્ર કરવામાં આવી.

લોકો ડી.જેના તાલે ઝૂમી ઉઠ્યા છે જાણે કે કોરોના ખતમ જ ન થઇ ગયો હોય! સરકારની ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, પોલીસને આ કાર્યક્રમ અંગે જાણ હોવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. આ પ્રકારની ભીડથી આગામી સમયમાં કોરોના ફરી એક વખત હરણફાળ ભરે તો નવાઈ નહી. જોવા જઈએ તો સુરતમાં કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા છે તેમ છતાં પણ ગંભીર બેદરકારી સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *