ઓનલાઈન ચેટીંગ કરનાર માટે લાલબતી સમાન કિસ્સો: વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા યુવક-યુવતી અને પછી…

હાલમાં સમગ્ર રાજ્ય તેમજ દેશમાં હની ટ્રેપની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ સુરત શહેરના સરથાણા…

હાલમાં સમગ્ર રાજ્ય તેમજ દેશમાં હની ટ્રેપની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા 26 વર્ષનાં યુવકને સોશિયલ મીડિયા પર યુવતી સાથે થયેલી મિત્રતા ખુબ ભારે પડી છે.

યુવતીએ શરુઆતમાં મોબાઈલ પર ચેટીંગ કર્યા પછી વીડિયો કોલ કરી બંને નિર્વસ્ત્ર થઈ ગયા હતા. જેનું યુવતીએ વીડિયો રેકોર્ડિંગ કરીને વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપીને 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આની સાથે ટોળકીના સાગરીતે LCBના નામે ફોન કરીને પતાવટના બહાને ધમકી આપી હતી.

જો કે, યુવકની ફરિયાદને આધારે સરથાણા પોલીસ દ્વારા છટકું ગોઠવીને નાણાં લેવા માટે આવેલ ટોળકીના એક સાગરીતને પકડી પાડવામાં આવ્યો હતો. સરથાણાના દુકાનદારની સાથે મિત્રતા કેળવીને તેનો નિવસ્ત્ર વીડિયો ઉતારી તેને વહેતો કરવાનું કહી LCBના નામે ધમકી આપીને લાખ રૂપિયાની માંગણી કરનાર એકને પોલીસે પકડી પાડ્યો છે.

આની સાથે જ યુવતી સહિત 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સરથાણામાં રહેતા 26 વર્ષનાં યુવક અજય (નામ બદલ્યું છે)નો મેડિકલ સ્ટોર છે. એક મહિના અગાઉ સોશિયલ મીડિયામાં સુમીતા શર્મા નામની યુવતી સાથે મિત્રતા થઇ હતી. 14 માર્ચે બંને વીડીયો કોલિંગમાં સામસામે નિવસ્ત્ર થયા હતા.

સુમીતાએ નિવસ્ત્ર અજયનો વીડિયો ઉતારીને અજય પાસેથી 1 લાખ રૂપિયા માંગીને જો તે રૂપિયા ન આપે તો નગ્ન વીડીયો વાઈરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો કે, અજયે પૈસા આપવાનો ઇન્કાર કરતાં સુમીતાએ વીડીયો વહેતો કરી દીધો હતો.

વીડિયો વહેતો કર્યા પછી ટોળકીએ અજય સાથે 45,000માં પતાવટની વાત જણાવી હતી. જેમાં અજયે પોલીસને જાણ કરી હતી. સરથાણા પોલીસ દ્વારા છટકુ ગોઠવતા અજયે પૈસા આપવા બોલાવતા દિવ્યાંગ કમલેશ ભટ્ટીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસની પુછપરછમાં LCBના નામે ધમકી આપનાર અમરેલીનો સંદીપ જારુભા વાળા હોવાનું તેમજ તેણે પૈસા લેવા માટે મોકલ્યો હોવાની કબુલાત કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં મિત્રતા કરી હતી:
સરથાણા શ્યામધામ મંદિર નજીક રહેતા 26 વર્ષનાં યુવકને મહિના અગાઉ સોશિયલ મીડિયા પર સુમીતા શર્મા નામની યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જે રીકવેસ્ટ એક્સેપ્ટ કર્યાં બાદ બંને જણા ચેટીંગ કરતા તેમજ વીડિયો કોલ ઉપર સુમીતા સંભોગની વાતો કરતી હતી.

આ દરમિયાન 14 માર્ચે સાંજનાં સમયે બંને ઘરમાં એકાંતમાં હોવાથી વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા હતા. સુમીતાએ પોતાનો અવાજ બંધ રાખીને વીડિયો રેકોડીંગ કરી લીધું હતું તેમજ આ વીડિયો સંજયને મોકલીને મેસેજ કર્યો હતો કે, આપણો નગ્ન વીડિયો મારી પાસે છે હવે તું મને 1 લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં હું કહું ત્યારે નાંખી દેજે તેમજ તેમ ન કરશે તો આપણો નગ્ન વીડિયો વાઈરલ કરી તને બદનામ કરી દઈશ.

પોલીસના નામે ધમકી આપી ખંડણી માંગી:
સંજયે સુમીતાને સોશિયલ મીડિયામાંથી અનફ્રેન્ડ કરી નાખી હતી. સુમીતા ઘણીવાર ફોન કરીને પૈસાની માંગણી કરી નાણાં ન આપે તો વીડિયો વાઈરલ કરવાની ગર્ભીત ધમકી આપવામાં આવી હતી. જો કે, સંજયે નાણા આપવાની ના પાડતા વીડિયો વાઈરલ કરવામાં આવ્યો હતો.

ત્યારપછી સુમીતાના મોબાઈલ પરથી જયરાજ જાડેજા નામના વ્યકિતએ કોલ કરીને પોતાની ઓળખ અમરેલી LCBમાંથી બોલું છું તેમજ તારી ઉપર અમદાવાદથી છોકરીના કાકાએ અમરેલી LCBમાં તે છોકરીનો વીડિયો વાઈરલ કર્યા અંગેનો કેસ કર્યો છે. જો તારે પતાવટ કરવી હોય તો 1 લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં નાખી અથવા આંગડીયાથી હું કહું ત્યાં મોકલી આપવા જણાવ્યું હતું.

ટોળકીને પકડી પાડવા માટે પોલીસે છટકું ગોઠવ્યું:
છેવટે 45,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. બીજી બાજુ સંજયે આ વિશે સરથાણા પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટના જણાવી હતી. જેને લીધે હનીટ્રેપ ટોળકીને પકડી પાડવા માટે છટકું ગોઠવીને સંજયે પૈસા આપવાની તૈયારી બતાવીને પૈસા લેવા માટે વરાછા મીનીબજાર વૈશાલી વડાપાઉ નજીક બોલાવ્યો હતો. જ્યાં સંજય પાસે એક અજાણ્યો આવ્યો હતો તેમજ જયરાજ સાથે કોન્ફરન્સમાં વાત કરાવી ત્યારે જયરાજનું સાચુ નામ સંદીપ વાળા હોવાનું સામે આવ્યું હતું.

મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ:
છટકુ ગોઠવીને પાસેમાં ઉભેલા પોલીસે ખંડણીના નાણા લેવા માટે આવેલ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં યુવકે તેનું નામ દિવ્યાંગ કમલેશ ભટ્ટી (ઉ.વ.19.રહે, નીલકંઠ સોસાયટી મારૂતી ચોક વરાછા) હોવાનુ કહ્યું હતું તેમજ તેને ગામના સંદીપ જોરુભા વાળાએ પૈસા લેવા માટે મોકલ્યો હોવાની કબૂલાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *