ઈન્કમ ટેક્સ વિભાગમાં વગર પરીક્ષાએ નોકરીની સુવર્ણ તક: 81,000 મળશે પગાર, જાણી લો ફટાફટ

Income Tax Recruitment 2025: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. જો તમારા પાસે આ જગ્યા સંબંધિત લાયકાત છે, તો ઇનકમ ટેક્સ (Income Tax Recruitment 2025) વિભાગની સત્તાવાર વેબસાઇટ incometax.gov.in પર જઈને ચેક કરી શકો છો. આ માટે ઇનકમ ટેક્સ વિભાગે સ્ટેનોગ્રાફર ગ્રેડ II, ટેક્સ આસિસ્ટન્ટ, અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની (MTS) જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ પર અરજી કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે.

જે ઉમેદવારે હજુ સુધી આયકર વિભાગની આ જગ્યાઓ માટે અરજી નથી કરી, તે 5 એપ્રિલ કે તે પહેલા અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 56 જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યા છો, તો નીચે આપેલી બાબતોમાં ધ્યાન આપો.

આ જગ્યાઓ પર થશે ભરતી
સ્ટેનોગ્રાફર ગ્રેડ II: 2 જગ્યા
ટેક્સ આસિસ્ટન્ટ (TA): 28 જગ્યા
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS): 26 જગ્યા

વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારો માટે નીચે મુજબ વય મર્યાદા હોવી જરૂરી છે. સ્ટેનોગ્રાફર ગ્રેડ II અને ટેક્સ આસિસ્ટન્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા – 18 વર્ષથી 27 વર્ષ મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા – 18 વર્ષથી 25 વર્ષ

શૈક્ષણિક લાયકાત
સ્ટેનોગ્રાફર ગ્રેડ II: ઉમેદવારો ધોરણ 12 પાસ હોવા જોઈએ. ટેક્સ આસિસ્ટન્ટ (TA): કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS): મેટ્રિકુલેશન કે સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ.

પગાર ધોરણ
સ્ટેનોગ્રાફર ગ્રેડ II અને ટેક્સ આસિસ્ટન્ટ: 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS): 18,000 રૂપિયાથી 56,900 રૂપિયા

ઇચ્છુક ઉમેદવાર આયકર વિભાગની સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવા માટે 5 એપ્રિલ, 2025 અંતિમ તારીખ છે. વેબસાઇટ પર અરજી લિંક નિર્ધારિત તારીખની મધ્ય રાત્રી 23.59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.