IND vs ENG Test- વિદેશી ધરતી પર પહેલું શતક મારવા જઈ રહ્યો છે રવીન્દ્ર જાડેજા

IND vs ENG Test, Day 2 Live Updates: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસની…

IND vs ENG Test, Day 2 Live Updates: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી ઋષભ પંતની તોફાની સદીના આધારે ટીમ ઇન્ડિયાએ 338 રન બનાવી લીધા છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજા વિદેશી ધરતી પર પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારવાની નજીક છે. જાડેજા 83 રન બનાવીને રમી રહ્યો છે.

ઋષભ પંતની આક્રમક સદી અને રવિન્દ્ર જાડેજા સાથે 222 રનની ભાગીદારીએ ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયા સાત વિકેટે 338 રનના સ્કોર પર પહોચી છે. એક સમયે ભારતનો સ્કોર પાંચ વિકેટે 98 રન હતો, ત્યારબાદ પંત અને જાડેજાએ 239 બોલમાં 222 રન ફટકાર્યા હતા. પંતે 111 બોલમાં 20 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 146 રન બનાવ્યા જ્યારે જાડેજા 163 બોલમાં 83 રન માર્યા છે. વરસાદના કારણે પહેલા દિવસે માત્ર 73 ઓવરની મેચ થઇ શકી હતી.

ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં પણ વિરાટ કોહલીની 71મી ઈન્ટરનેશનલ સદીની હજુ પણ રાહ જોવાઈ રહી છે. તે 11 રન બનાવીને મેથ્યુ પોટ્સ દ્વારા આઉટ થયો હતો. કોહલીના આઉટ થયા બાદ જ ઈંગ્લિશ બોલર પોટ્સની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી સાથે ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે ટેસ્ટમાં કોહલીને આઉટ કરવામાં આફ્રિદીનો હાથ છે.

ટેસ્ટમાં રિષભ પંતે ફરી એકવાર સાબિત કર્યું કે તે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ બનવાના માર્ગ પર છે. ઈંગ્લેન્ડ સામેની તેની તોફાની સદીથી બધા શોક થઇ ગયા હતા. પંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં યાદગાર ઇનિંગ્સ રમી ગયો છે. કોચ રાહુલ દ્રવિડ પણ ટેસ્ટના પહેલા દિવસે પંતની સદી પર પોતાની ખુશી છુપાવી શક્યા નથી. દ્રવિડના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *