કોરોનાના કારણે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચો ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર- જાણો વિગતે

હાલમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની અસર હવે ક્રિકેટ પર પડી છે. હાલમાં ભારતમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ સીરીઝ રમાઇ રહી છે. ક્રિકેટ સંઘે…

હાલમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની અસર હવે ક્રિકેટ પર પડી છે. હાલમાં ભારતમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ સીરીઝ રમાઇ રહી છે. ક્રિકેટ સંઘે આ જાણકારી આપી છે કે, આગામી મહિને રમાનારી વનડે ક્રિકેટ સીરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસના વધતા કેસોના કારણે આ મોટો ફેંસલો લેવામાં આવ્યો છે.

એમસીએ અધ્યક્ષ વિકાસ કકાટકરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરીઝની મેચનુ આયોજનને લઇને સંચાલન પરિષદના અધ્યક્ષ મલિંદ નાર્વેકરની સાથે મળીને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને પર્યટન તથા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ક્રિકેટ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીએ તેમને ખેલાડીઓ અને અધિકારીઓને લઇને તમામ પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવે. એમસીએ દ્વારા મદદ અને સૂચનો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ અને એમસીએના પૂર્વ અધ્યક્ષ શરદ પવારનો આભાર માનવામાં આવ્યો છે.

પુણેમાં જ રમાશે વનડે સીરીઝ
પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે, મેચનુ સ્થળ કોરોનાની વધતી ગતિના કારણે બદલાઇ શકે છે. પરંતુ, હવે સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે પુણેમાં જ વન ડે સીરીઝની મેચનુ આયોજન થશે. વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દર્શકો વિના જ ખાલી સ્ટેડિયમમાં વનડે મેચો રમવામાં આવશે.

પુણેમાં ડે-નાઇટ વનડે સીરીઝ
23 માર્ચે, પહેલી વનડે
26 માર્ચે, બીજી વનડે
28 માર્ચે, ત્રીજી વનડે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *