IND vs NZ: ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ છે. બેંગલુરુમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગયું છે. ભારત તરફથી સર્વાધિક 20 રન રિષભ પંત એ બનાવ્યા હતા જયારે પાંચ બેટ્સમેન 0 પર આઉટ થયા હતા. ન્યૂઝીલેંડ તરફથી મેટ હેન્રી એ 5, ટીમ સાઉધી એ 1 અને વિલિયમે 4 વિકેટ લીધી હતી.
ટેસ્ટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર
36 vs AUS, એડિલેડ, 2020
42 vs ENG, લોર્ડ્સ, 1974
46 vs NZ, બેંગલુરુ, 2024*
58 vs AUS, બ્રિસ્બેન, 1947
58 vs ENG, માન્ચેસ્ટર, 1952
એડિલેડમાં ટીમ ઈન્ડિયા 36 રનમાં પડી ગઈ હતી
વર્ષ 2020માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. ટુર્નામેન્ટની એક મેચ એડિલેડમાં રમાઈ હતી. જ્યાં બ્લુ ટીમ પ્રથમ દાવમાં 244 રન બનાવવામાં સફળ રહી હતી. જ્યારે વિપક્ષી ટીમ પ્રથમ દાવમાં માત્ર 191 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાહકોને આશા હતી કે પ્રથમ દાવના આધારે 53 રનની લીડ ધરાવતી બ્લુ ટીમ એડિલેડમાં પોતાનો ઝંડો ફરકાવશે, પરંતુ જ્યારે બેટિંગ શરૂ થઈ ત્યારે કાંગારૂઓ સામે ભારતીય બેટ્સમેનો માત્ર 36 રનમાં જ ઢળી પડ્યા હતા. બોલરો છેલ્લો બેટ્સમેન શમી ઈજાના કારણે નિવૃત્ત થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે.
લોર્ડ્સમાં ભારત માત્ર 42 રન જ બનાવી શક્યું હતું
વર્ષ 1974માં લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જ્યાં બ્લુ ટીમને ઇનિંગ્સ અને 285 રનના મોટા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડે 629 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. બ્લુ ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 302 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ વિપક્ષી ટીમે ભારતને ફોલોઓન રમવા માટે આમંત્રણ આપ્યું હતું. આ વખતે બ્લુ ટીમની હાલત ખરાબ હતી અને આખી ટીમ 42 રનમાં સમેટાઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા 58 રનમાં સમેટાઈ ગઈ હતી
આટલું જ નહીં ભારતીય ટીમ પણ 58 રનમાં સમેટાઈ ગઈ છે. 1947માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. જ્યાં યજમાન ટીમે તેનો પ્રથમ દાવ 382/8 રને ડિકલેર કર્યો હતો. જે બાદ બેટિંગ કરવા ઉતરેલી બ્લુ ટીમ માત્ર 58 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં પણ ફોલોઓન રમતા ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ 98 રનમાં આઉટ થઈ ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App