15મી ઓગસ્ટના રોજ આઝાદીની 75મી વર્ષગાંઠ દેશવાસીઓ ઉજવશે. સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળશે. દેશમાં આ અવસરે સ્વાતંત્ર દિવસની ઉજવણી થશે. પરંતુ કદાચ ખુબ ઓછા લોકો જાણતા હશે કે, વિશ્વના અન્ય પાંચ દેશ એવા છે કે જેઓ પોતાનો સ્વતંત્રતા દિવસ ભારત સાથે 15 ઓગસ્ટ ઉજવે છે. ચાલો જાણીએ ભારત સિવાય આ કયા દેશ છે. ભારત સાથે દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, કોંગો, બહેરીન અને લિકટેસ્ટીનને પણ 15 મી આૅગસ્ટે આઝાદીની ઉજવણી કરે છે.
15 આૅગસ્ટ 1945ના રોજ દક્ષિણ કોરિયા આઝાદ થયું હતું. આ વર્ષે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ તેમનો સ્વાતંત્ર દિવસ ઉજવશે. આ દિવસે કોરિયાએ યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી.
બહેરીને બ્રિટેન પાસેથી 15 આૅગસ્ટ 1971ના દિને આઝાદી મેળવી હતી. જોકે, વર્ષ 1960ના દશકથી બ્રિટેન બહેરીન છોડવાની શરૂઆત કરી હતી પરંતુ 15 મી આૅગસ્ટે બહેરીન સાથે બ્રિટેને એક સંધિ કરી હતી. જોકે, બહેરીન સ્વાતંત્ર્યદિન 16 મી ડિસેમ્બરે ઉજવે છે પરંતુ 15 મી આૅગસ્ટ જ તેનો ખરો સ્વાતંત્ર્યદિન છે.
એક મધ્ય આફ્રિકન દેશ રિપબ્લિક ઓફએ છે. જે 15 આૅગસ્ટ 1960ના રોજ આઝાદ થયું હતું. આ રીતે કોંગો પોતાનો 60 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. કોંગો પર વર્ષ 1880થી ફ્રાન્સનો કબજો હતો.
જર્મનીથી લિકટંસ્ટીનને 15 આૅગસ્ટ 1866 ના રોજ આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશોની યાદીમાં સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.