શહીદ થયેલા અમર જવાનને હજારો લોકોએ ભેગા થઇ કર્યા અંતિમસંસ્કાર અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ગાલવાન ખીણ નજીક હિંસક અથડામણમાં શહીદ થયેલ સૈનિક અમન કુમારનો શુક્રવારે તેમના વતની ગામ સમસ્તીપુર જિલ્લાના મોહિઉદવિનનગર બ્લોકના સુલતાનપુરના ગંગા ઘાટમાં સંપૂર્ણ રાજ્યકીય અને સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

શહીદ અમનના નાના ભાઈ રોહિત કુમારે અગ્નિદાહ આપ્યો. શહીદના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન બિહારના આયોજન અને વિકાસ પ્રધાન મહેશ્વર હજારી, જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભંકર, પોલીસ અધિક્ષક વિકાસ વૈભવ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મદન મોહન ઝા અને બિહાર રેજિમેન્ટના કમાન્ડર બ્રિગેડિયર જયસિંહ બંસલ સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સૈન્ય સૈનિકોએ શહીદ અમન કુમારને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું. વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ શહીદ અમન કુમારની પાર્થિવ દેહ સમસ્તિપુર જિલ્લાના તેમના ગામ, સુલતાનપુર મકાનમાં પહોચ્યો હતો. શહીદ અમન કુમારના નશ્વર દેહ તેના ઘરે પહોંચતા જ આખું ગામ તેમના અંતિમ દર્શન માટે એકત્રિત થઈ ગયું હતું.

મંત્રી મહેશ્વર હજારીએ કહ્યું કે અમનની શહાદત વ્યર્થ નહીં જાય. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 36 લાખ અને શહીદ અમન પરિવાર ના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.

શહીદ અમનની અંતિમયાત્રામાં, લોકો હાથમાં ત્રિરંગો લઇ એકઠા થયા હતા અને શહીદના ઘરથી ગંગા ઘાટ સુધી 6 કિલોમીટર ચાલ્યા હતા. સૈન્ય સન્માન સાથે પંચ તત્ત્વમાં ભળી ગયેલા શહીદ અમન કુમારની અંતિમવિધિ પહેલા બિહાર પોલીસ અને સેનાના જવાનોએ 2 મિનિટનું મૌન પણ રાખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *