હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતે આગામી 26 જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના PM બોરિસ જોન્સનને આમંત્રણ આપવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદીએ કોલ કરીને યુકેના વડાપ્રધાનને આમંત્રણ પાઠવ્યું હતું.
આ મુદ્દે અધિકારિક રીતે જાહેરાત કરવામાં આવી નથી. બન્ને દેશના વડા પ્રધાનની વચ્ચેનો વાર્તાલાપ કોરોના મહામારી, ક્લાઇમેટ ચેન્જ તેમજ અન્ય મુદ્દાઓની આસપાસ કેન્દ્રિત રહ્યો હતો. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બન્ને નેતાઓએ પોતાની એ ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો કે, કોરોના મહામારી પછી, પોસ્ટ-બ્રેક્ઝિટ એરામાં ભારત તથા યુકે વચ્ચેની ભાગીદારીમાં વધારો કરવામાં આવશે.
આની સાથે જ સહમત થયા હતા કે, વ્યાપાર તથા રોકાણના મોરચે, વૈજ્ઞાનિક સંશોધનો, સ્ટુડન્ટ્સ તથા પ્રોફેશનલ્સની મોબિલિટી અને સંરક્ષણ તેમજ સુરક્ષા જેવા ક્ષેત્રમાં જોડાણ વધારવા અંગે શક્યતા રહેલી છે.
27 વર્ષ પછી યુકેનાં વડાપ્રધાન રાજપથ પરેડની શાન બનશે :
જો જોન્સન વડાપ્રધાનના આમંત્રણનો સ્વીકાર કરશે તો છેલ્લા 27 વર્ષમાં સૌપ્રથમવાર યુકેના PM રાજપથ પરેડના મુખ્ય મહેમાન તરીકે બિરાજશે. છેલ્લે વર્ષ 1993માં બ્રિટનના PM જ્હોન મેજર 26 જાન્યુઆરીની પરેડમાં હાજર રહ્યા હતા. જો તેઓ ભારત આવવાનો સ્વીકાર કરશે તો 25 માર્ચ, 2021 પછી ભારતમાં આવનાર પ્રથમ વિદેશી મહાનુભાવ પણ બનશે.
જોન્સને G-7 સમિતમાં હાજર રહેવા આમંત્રણ :
PM જોન્સનને ભારત આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આની સાથે જ જોન્સને આગામી વર્ષે યુકેમાં યોજાનાર G-7 સમિતમાં હાજર રહેવા માટે ભારતનાં વડાપ્રધાને આમંત્રણ આપ્યું હતું. જો કે, બ્રિટિશ હાઈ કમિશનર દ્વારા આ ઘટનાક્રમને હજુ સુધી સમર્થન આપવામાં આવ્યું નથી. બ્રિટિશ હાઇ કમિશનરના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે સમાચારને એક યા અન્ય રીતે સમર્થન આપી શકીએ નહીં. વડાપ્રધાન બોરિસ જોન્સન જેમ બને તેમ જલદીથી ભારતની મુલાકાતે આવવા માટે આતુર છે.
જોન્સનની મુલાકાતનું પોસ્ટ-બ્રેક્ઝિટ મહત્ત્વ :
યુકેનાં વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું હોવાના સમાચાર પણ ત્યારે જ પ્રસિદ્ધ થયા છે કે, જ્યારે યુકે સમગ્ર વિશ્વમાં એવો પ્રથમ દેશ બન્યો છે કે, જેણે US દવા ઉત્પાદક ફાઇઝરની કોવિડ-19 વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી સપ્તાહના પ્રારંભથી રોલઆઉટ શરૂ થવાની તૈયારીમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle