આ દસ વસ્તુઓમાં અમેરિકાથી ઘણું આગળ છે ભારત, અમેરિકન મહિલાએ જાતે જણાવ્યું

India is ahead of US: દરેક દેશની પોતાની એક ખાસિયત હોય છે પરંતુ જ્યારે અમેરિકાની વાત આવે છે, તો તેને દુનિયાના સૌથી વિકસિત દેશોમાં ગણતરી કરવામાં આવે છે. મોટાભાગના ભારતીય (India is ahead of US) લોકોને અમેરિકા જવાની ઘેલછા હોય છે, પરંતુ એક અમેરિકન મહિલાએ ભારતમાં કેટલીક વસ્તુઓ એવી પસંદ આવી કે તેણે એક લિસ્ટ બનાવી કહ્યું કે આ સુવિધાઓ અમેરિકામાં પણ હોવી જોઈએ.

આ મહિલા 4 વર્ષથી ભારતમાં રહે છે. ક્રિસ્ટન ફિશર નામની આ મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું કે અમેરિકામાં કઈ કઈ સુવિધા હોવી જોઈએ જે ભારતમાં પહેલેથી જ છે.

ડિજિટલ આઇડી થી લઈ ઓટો રીક્ષાના વખાણ
ક્રિસ્ટનના જણાવ્યા અનુસાર ભારતમાં યુપીઆઈ અને ડિજિટલ આઇડી સિસ્ટમ ખૂબ સુવિધાજનક છે. તેણે કહ્યું કે ફક્ત ફોન લઈને જ ભારતમાં બહાર જઈ શકાય છે અને તેના દ્વારા જ બધા જ પેમેન્ટ થઈ જાય છે. તેનું માનવું છે કે આખી દુનિયાએ યુપીઆઈને સ્વીકારવું જોઈએ.

આ ઉપરાંત ભારતની ઓટો અને રીક્ષા પણ તેને પસંદ આવી છે જે ખૂબ સસ્તી અને સુવિધાજનક છે. તેણે જણાવ્યું હતું કે અમેરિકામાં આવી કોઈ સસ્તી અને ઝડપી ટ્રાન્સપોર્ટ સેવા નથી.

અહીંયા જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Kristen Fischer (@kristenfischer3)

ભારતની હેલ્થ કેર અને ડિલિવરી સિસ્ટમને ઈમ્પ્રેસ કરી
ક્રિસ્ટનને ભારતની સ્વાસ્થ્ય સેવા પણ સારી લાગી. તેણે જણાવ્યું કે અહીંયા ડોક્ટર સરળતાથી મળી રહે છે અને ઘણી વખત તો અપોઈન્ટમેન્ટ લેવાની પણ જરૂર નથી પડતી. અમેરિકામાં ડોક્ટરને મળવા માટે અઠવાડિયા અથવા મહિનાઓ સુધી રાહ જોવી પડે છે.

આ ઉપરાંત ડિલિવરી એપ્લિકેશનની સુવિધાએ પણ તેને ચોંકાવી દીધી છે. તેને કહ્યું કે ભારતમાં કોઈ પણ વસ્તુ મિનિટોની અંદર ડિલિવર થઈ જાય છે જે અમેરિકામાં શક્ય નથી.

10 સુવિધાઓ જે અમેરિકામાં હોવી જોઈએ
ભારતમાં યુપીઆઈ અને ડિજિટલ આઇડીની સુવિધા છે, જેને ફક્ત ફોન દ્વારા પેમેન્ટ અને ઓળખ થઈ શકે છે. ઓટોરિક્ષા અહીંયા સસ્તી અને ઝડપી છે. ડોક્ટરો સરળતાથી મળી જાય છે. અહીંયા કચરો લેવા માટેની ગાડી ફ્રી માં તમારા ઘરે જ આવે છે. જ્યારે અમેરિકામાં તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે છે.

શાકાહારી ખાવાના ઓપ્શન દરેક જગ્યાએ
અહીંયા સસ્તા મજૂરો અને સર્વિસ મળે છે. શાકાહારી રેસ્ટોરન્ટ દરેક જગ્યાએ જોવા મળે છે જ્યારે અમેરિકામાં વેજ ફૂડ સીમિત માત્રામાં છે. અહીંયા બાયોટીક્સની સાથે પ્રોબાયોટિક્સ લેવાની પરંપરા છે, જેનાથી પેટની સુરક્ષા બની રહે છે.

એમઆરપી સિસ્ટમને લીધે દરેક પ્રોડક્ટ પર તેની કિંમત લખેલી હોય છે, જેનાથી ઠગાવવાની સંભાવના ઘટી જાય છે.આ સાથે જ ભારતમાં ફાસ્ટ ડિલિવરી એપ્લિકેશનની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં મિનિટમાં દરેક વસ્તુ મેળવી શકાય છે.