પિકચર અભી બાકી હૈ- ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં રોજ કોરોનાના 2.87 લાખ કેસ નોંધાશે

જો કોઈ રસી નહી શોધાય તો ન આવે તો આવતા વર્ષે શરૂઆતમાં ભારત વિશ્વનો સૌથી ખરાબ કોરોના વાયરસ રોગચાળો જોશે. વિશ્વની 60 ટકા વસતી ધરાવતા 84 દેશોના પરીક્ષણ અને કેસના ડેટાના તાજેતરના અભ્યાસના આધારે, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) ના સંશોધનકારોએ આગાહી કરી છે કે ફેબ્રુઆરી 2021 સુધીમાં ભારત દરરોજ 2.87 લાખ કોરોના વાયરસ કેસ નોંધાઈ શકે છે.

એક અભ્યાસમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી ૨૦૨૧ ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે તે પછી અમેરિકાનો ક્રમ રહેશે. જો કોરોનાની રસી નહિ શોધાય તો આવતા વર્ષના પ્રારંભે ભારતની દશા ઘણી ખરાબ થશે. એમઆઇટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૧ પહેલા ભારતમાં રોજ ૨.૮૭ લાખ કેસ નોંધાતા જશે. વિશ્વની ૬૦ ટકા વસ્તીને આવરી લેતો ૮૪ દેશોમાંથી ટેસ્ટીંગ અને કેસ ડેટાના સમન્વયથી આ અભ્યાસ હાથ ધરાયો છે. એમઆઇટીના અભ્યાસ મુજબ જો સારવાર નહિ મળી શકે તો માર્ચથી મે ૨૦૨૧ દરમિયાન વિશ્વસ્તરે ૨૦ કરોડથી ૬૦ કરોડ વચ્ચે કેસ હશે.

અભ્યાસ અનુસાર કોરોનાથી ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ બનશે તે પછી અમેરિકા રોજ ૯૫,૦૦૦ કેસ સાથે બીજા ક્રમે રહેશે. દક્ષિણ આફ્રીકામાં રોજ ૨૧૦૦૦, ઇરાનમાં રોજ ૧૭,૦૦૦ કેસ રોજ નોંધાશે. આ પ્રોજેકશન ફેબ્રુ. ૨૦૨૧ ના અંત સુધીમાં કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં ત્રણ મુખ્ય બાબતોને આવરી લેવાઇ છે. જેમાં હાલના ( ૧ ) ટેસ્ટીંગના દરો અને તેનો રીસ્પોન્સ ( ૨ ) જો ટેસ્ટીંગ રોજ ૦.૧ ટકા વધારાય તો અને ( ૩ ) જો ટેસ્ટીંગ હાલ મુજબ જ થતું રહે પણ કોન્ટેકટ રેટ ૮ સુધી લઇ જવાય તો એટલે કે ૧ અસરગ્રસ્ત ૮ વ્યકિતને સંક્રમિત કરી શકે તે આધારે અભ્યાસ થયો છે.

ભારત માટેના અંદાજો અંધકારમય ચિત્ર રજૂ કરે છે. અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે, ધારેલા જોખમને નબળી રીતે પ્રતિક્રિયા આપતા દેશોમાં ગંભીર પડકારોનો સામનો કરવો પડી શકે છે.

જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, 18 જૂન સુધીમાં, વૈશ્વિક સ્તરે કોરોનાવાયરસ કેસની સત્તાવાર સંખ્યા 8.24 મિલિયન હતી અને મૃત્યુની સંખ્યા 4,54,610 હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *