ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન: રિષભ પંત વાઇસ-કેપ્ટન, જાણો આ ખેલાડી બન્યો કેપ્ટન

India Test Squad: બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રિષભ પંતને વાઈસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. શનિવારે (India Test Squad) મુંબઈમાં યોજાયેલી બેઠકમાં BCCIએ આ જાહેરાત કરી. ઉપરાંત, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતે 20 જૂનથી શરૂ થઈ રહેલા ઈંગ્લેન્ડ પ્રવાસમાં 5 ટેસ્ટ રમવાની છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માના નિવૃત્તિ બાદ, સાઈ સુદર્શન અને કરુણ નાયરને ટીમમાં સ્થાન મળ્યું છે. આ દરમિયાન શાર્દુલ ઠાકુર ટીમમાં પાછો ફર્યો છે.

ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ
ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. આ શ્રેણીની પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 2 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી લોર્ડ્સમાં રમાશે, જ્યારે ચોથી ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. પાંચમી ટેસ્ટ 31 જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. આ શ્રેણી સાથે, ભારતનું નવું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર (2025-27) પણ શરૂ થશે.

ગિલ ટેસ્ટમાં પાંચમો સૌથી યુવા ભારતીય કેપ્ટન
25 વર્ષ અને 258 દિવસની ઉંમરે, ગિલ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરનાર પાંચમો સૌથી યુવા ક્રિકેટર બન્યો. તેમના પહેલા મન્સૂર અલી ખાન પટૌડી (21 વર્ષ, 77 દિવસ), સચિન તેંડુલકર (23 વર્ષ, 169 દિવસ), કપિલ દેવ (24 વર્ષ, 48 દિવસ) અને રવિ શાસ્ત્રી (25 વર્ષ, 229 દિવસ) છે.

18 ખેલાડીઓની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન)
ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર)
યશસ્વી જયસ્વાલ
કેએલ રાહુલ
સાઈ સુદર્શન,
નીતિશ કુમાર રેડ્ડી
રવીન્દ્ર જાડેજા
ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
અભિમન્યુ ઇશ્વરન
શાર્દુલ ઠાકુર
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ સિરાજ
પ્રસિદ્ધ કૃષ્ણ
કરુણ નાયર
વોશિંગ્ટન સુંદર
આકાશ દીપ
અર્શદીપ સિંહ
કુલદીપ યાદવ

20 જુનથી શરુ થશે ટેસ્ટ સીરિઝ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જુનથી 5 મેચોની ટેસ્ટ સીરિઝ શરુ થઈ રહી છે.

મોહમ્મદ શમીને સ્થાન મળ્યું નહીં. ઝડપી બોલર મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું. શમી સંપૂર્ણપણે ફિટ નથી. બેટ્સમેન દેવદત્ત પડિક્કલ અને સરફરાઝ ખાનને પડતો મૂકવામાં આવ્યો છે. ભારતના છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આ બંને ટીમનો ભાગ હતા.