ભારતીય ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, એવું કરી બતાવ્યું જે આજ સુધી કોઈ ટીમ કરી શકી નથી

ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી(ICC) અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. મંગળવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 74 રને…

ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી(ICC) અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. મંગળવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 74 રને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 233 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 44.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ભારતની આ જોરદાર જીતમાં યશસ્વી જાયસ્વાલે 62 અને અથર્વ અંકોલેકરે નોટઆઉટ રહીને 55 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ 4 અને આકાશ સિંહે 3 વિકેટો પણ ઝડપી હતી. ભારતની અંડર-19 ટીમે સતત 10મો વિજય મેળવ્યો હતો. આવી સિદ્ધિ મેળવનાર ભારત દુનિયાની પ્રથમ ટીમ બની ચુકી છે. ભારતે ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. જે 2002-20 દરમિયાન સતત 9 મેચ જીત્યું હતું.

ભારતે અંડર-19 યૂથ ક્રિકેટમાં 200મો વિજય મેળવ્યો છે. આવી સિદ્ધિ મેળવનાર દુનિયાની પ્રથમ ટીમ બની છે. ઇન્ડિયા અંડર-19 ટીમે 261 મેચમાં 200માં જીત મેળવી છે. ફક્ત 56 મેચમાં પરાજય થયો છે. બે મેચ ટાઇ રહી છે અને ત્રણ અનિર્ણિત રહી છે.

ભારતે સાતમી વખત આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. જે એક મોટો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા ભારત વર્ષ 2000, 2004, 2006, 2012, 2016 અને 2018માં પણ સેમિ ફાઇનલમાં પહોંચી ચુક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *