India vs Pakistan Match: ઘડીની ઘણા મહિનાઓથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આવી ગઈ છે. આવતા વર્ષે થનાર ICC ચેમ્પિયન ટ્રોફી 2025 માટે અધિકારીક જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનની યજમાનગીરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, જેના માટે ભારતીય ટીમ પાકિસ્તાનની ધરતી પર નહીં રમે તેવી ચોખવટ કરવામાં આવી હતી. જેનાબાદ બીસીસીઆઈ (India vs Pakistan Match) અને પીસીબી વચ્ચે ઘણા મહિલાઓ સુધી રકજક ચાલી હતી. હવે બંને દેશો હાઇબ્રીડ મોડલ પર સહમત થઈ ગયા છે. આઇસીસી ચેમ્પિયન સ્ટ્રોફીને લઈને અધિકારીક રીતે જાહેરાત કરી છે. ICCના જણાવ્યા અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 2000 પાકિસ્તાનમાં અને એક ન્યુટ્રલ વેન્યુ પર રમાશે.
ICC એ જાણકારી આપતા કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે આ વાતનો હજી ખુલાસો થયો નથી કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની મેચ કયા દેશ સામે કયા સ્થળે રમશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહી છે, પરંતુ આયોજન સ્થળની અનિશ્ચિતતાને કારણે ટુર્નામેન્ટનો કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. પ્રત્યેક ગ્રુપની ટોપ ટુ ટીમ સેમિફાઇનલમાં પહોંચશે.
ન્યુટ્રલ વેન્યુ પર આમને સામને આવશે ભારત પાકિસ્તાન
ICC બોર્ડએ ગુરુવાર 19 ડિસેમ્બરના રોજ પુષ્ટિ કરી હતી કે 2024 થી 2017ના સમયગાળા દરમિયાન આઈસીસીની ટુર્નામેન્ટમાં જે કોઈપણ દેશ દ્વારા આયોજિત થશે તેમાં ભારત અને પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળ પર રમાશે. આ નિયમ આગામી આઈસીસી પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર પણ લાગુ થશે, જે આવનાર ફેબ્રુઆરી અને માર્ચ 2025 માં રમાશે સાથે જ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માં યોજવાનો છે.
જેની યજમાનની ભારત કરી રહ્યું છે અને ICC પુરૂષ T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં રમાશે. એ પણ જાહેરાત કરવામાં આવી છે કે પીસીબી ને 2028 માં ICC મહિલા T20 વર્લ્ડ કપની યજમાનગીરીનો અધિકાર આપવામાં આવ્યો છે ત્યાં પણ આ જ મોડલ લાગુ થશે.
ક્રિકેટ રસીયાઓને હવે કાર્યક્રમની રાહ
ICC એ અધિકારીક રીતે જાહેરાતની સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ હવે પૂર્ણ થયો છે અને હવે ક્રિકેટ જગતના રસિયાઓ ટુર્નામેન્ટના કાર્યક્રમોને લઈને ખૂબ ઉત્સુક છે. હવે એ જોવું રહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ક્યારે અને ક્યાં રમાવા જઈ રહી છે. જોકે એવી સંભાવના છે કે બંને ટીમો વચ્ચે દુબઈમાં મેચ રમાઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App