ભારતીય નૌકાદળની ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો આ તારીખ સુધી જ ભરી શકશે ફોર્મ- જાણો છેલ્લી તારીખ

Indian Navy Agniveer 2024: ઇન્ડિયન નેવીમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક સોનેરી તક આવી છે. ભારતીય નૌકાદળે અગ્નિવીર માટે પદોની ભરતી બહાર પાડી છે.ભારતીય નૌકાદળે(Indian Navy Agniveer 2024) 02/2024 બેચ માટે અગ્નિવીર (SSR) માટે અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ agnivirnavy.cdac.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. તમને જણાવી દઈએ કે અરજી કરવાની શરૂઆત 13 મેથી કરવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27મી મે છે. અરજીની પ્રક્રિયા દરમિયાન સબમિટ કરવામાં આવેલી કોઈપણ વિગતોમાં સુધારો કરવા માટે ઉમેદવારોને અરજીની મુદત પૂરી થયાના 3 દિવસનો સમય આપવામાં આવશે.

અરજીની ફી કેટલી છે?
નૌકાદળ અગ્નિવીર 2024 માટે નોંધણી કરાવવા માટે ઉમેદવારોએ 550 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.

તમને કેટલો પગાર મળશે?
સત્તાવાર માહિતી અનુસાર, અગ્નિવીરોને એક નિશ્ચિત વાર્ષિક ઇન્ક્રીમેન્ટ સાથે દર મહિને 30,000 રૂપિયાનું પેકેજ મળશે. આ ઉપરાંત, તેઓ જોખમ અને હાડમારી માટે ભથ્થું અને ગણવેશ અને મુસાફરી માટે ભથ્થાને પણ હકદાર રહેશે.

પસંદગી પ્રક્રિયા
અગ્નિવીર 02/2024 બેચ માટેની પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં સમાવે છે. પ્રથમ તબક્કામાં, ઉમેદવારોએ ભારતીય નૌકાદળ પ્રવેશ પરીક્ષા (INET) ના આધારે શોર્ટલિસ્ટિંગમાંથી પસાર થવું પડશે. જેઓ શોર્ટલિસ્ટિંગ સ્ટેજ પાસ કરે છે તેઓ બીજા તબક્કામાં આગળ વધશે, જેમાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT), લેખિત પરીક્ષા અને ભરતી મેડિકલ પરીક્ષાનો સમાવેશ થાય છે.

ભારતીય નૌકાદળ અગ્નિવીર 2024: એલીજીબીલીટી કાર્ટેર્યા

વય સીમા
અરજી કરનાર ઉમેદવારોનો જન્મ 1 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 ની વચ્ચે હોવો જોઈએ.

લાયકાત
ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે શિક્ષણ મંત્રાલય દ્વારા માન્ય શાળા શિક્ષણ બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 12મું વર્ગ પાસ કરેલ હોવું જોઈએ.

અથવા
ઉમેદવારોએ એકંદરે ઓછામાં ઓછા 50% ગુણ સાથે કેન્દ્ર, રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ (UT) માન્ય પોલિટેકનિક સંસ્થામાંથી એન્જિનિયરિંગ (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી, ઇન્ફર્મેશન ટેક્નોલોજી) માં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યો હોવો જોઈએ. એકંદરેઉમેદવારોએ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે બે વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ.

અન્ય માહિતી
જે ઉમેદવારો ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં બેઠા છે અને પરિણામની ઘોષણા માટે રાહ જોઈ રહ્યા છે તેઓ પણ અરજી કરવા પાત્ર છે, જો તેઓ અન્ય તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરે.