ભારત દેશનાં નેવીએ શુક્રવારનાં રોજ વધારે એક સિદ્ધિને હાંસલ કરી છે. શુક્રવારનાં રોજ INS કોરામાંથી એન્ટી શીપ મિસાઈનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બંગાળની ખાડીમાં આ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર આ મિસાઈલે બહુ જ સટીક નિશાન લગાવ્યું તેમજ જે શિપ ઉપર તેનું પરિક્ષણ કરવામાં આવ્યું તે શિપને નષ્ટ કરી દીધી હતી.
#AShM fired by #IndianNavy‘s Guided Missile Corvette #INSKora hits the target at max range with precise accuracy in #BayofBengal.
Target ship severely damaged & in flames.#IndianNavy #MissionDeployed & #CombatReady.#StrikeFirst #StrikeHard #StrikeSure#हरकामदेशकेनाम pic.twitter.com/EJwlAcN781— SpokespersonNavy (@indiannavy) October 30, 2020
ભારત દેશનાં નેવી પાસે આવા 3 જહાજો છે…
ભારત દેશની નેવી દ્વારા પોતાનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, INS કોરાથી છોડવામાં આવેલી મિસાઈલની સૌથી વધુ રેંજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મિસાઈલનું નિશાન બિલકુલ સટીક લાગ્યું છે. INS કોરા એક કોરા ક્લાસ જંગી જહાજ છે. આ જહાજનો ઉપયોગ આ પ્રકારની મિસાઈલ છોડવા માટે કરવામાં આવે છે. તેને વર્ષ 1998માં ભારત દેશની નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ જહાજની ડીઝાઈન ભારત દેશની નેવીનાં પ્રોજેક્ટ 25એ મુજબ કરવામાં આવી છે. આ જંગી શિપમાં KH- 35 એન્ટી શિપ મિસાઈલથી તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભારત દેશની નેવી પાસે આ પ્રકારનાં 3 જંગી જહાજો છે. આ જંગી જહાજોમાં INS કિર્ચ, INS કુલિશ તેમજ INS કરમુકનો સમાવેશ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle