ભારતીય રેલ્વેએ કરોડો મુસાફરોને આપી મોટી ભેટ- હવે ટીકીટ વગર જ ટ્રેનમાં કરી શકશો મુસાફરી

Indian Railways (ભારતીય રેલ્વે): રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને તમામ પ્રકાર ની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઘણી એવી સેવાઓ છે કે લોકોને તેમના વિશે જાણતા પણ નથી. ત્યારે આજે અમે તમને એક એવીજ સુવિધા વિષે જણાવા જઈ રહ્યા છીએ. એક એવી પણ સુવિધા છે જેમાં તમે ટિકિટ વગર પણ ટ્રેનમાં ચડી શકો છો.

તમારે ટિકિટ લેવાની જરૂર નથી અને TTE પણ તમને ટ્રેનમાં ચઢતા અટકાવશે નહીં. એક નવું પગલું ભારતીય રેલવે  દ્વારા ભરવામાં આવ્યું છે. હવે તમે ડેબિટ કાર્ડ દ્વારા ટ્રેનનું ભાડું અને દંડ ચૂકવી શકો છો. એટલે કે, જો તમારી પાસે ટ્રેનની ટિકિટ નથી તો તમે ટ્રેનમાં ચઢ્યા પછી કાર્ડથી પેમેન્ટ કરીને તમારી ટિકિટ મેળવી શકો છો.

મુસાફરને ઘણી વખત કન્ફર્મ ટિકિટ મળતી નથી અને મુસાફરી કરવી અતિ જરૂરી હોય છે. ત્યારે અવી સ્થિતિમાં રેલવે દ્વારા ભારે દંડ ફટકારવામાં આવે છે. ત્યારે હવે તમે આ પેનલ્ટી કાર્ડ દ્વારા ચૂકવી શકો છો. રેલવે બોર્ડ અનુસાર, અધિકારીઓ પાસે પોઈન્ટ ઓફ સેલ (POS) મશીનો માં 2G સિમ લગાવવામાં આવ્યા છે.

કારણે અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા સર્જાય છે તે હવે ના થાય. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ મશીનો માટે રેલવે દ્વારા 4G સિમની સુવિધા શરૂ કરવામાં આવી છે. રેલવેના નિયમો અનુસાર, જો તમારે ક્યાંક જવું હોય અને તમારી પાસે આરક્ષિત ટિકિટ નથી તો તમે પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket Rules) લઈને ટ્રેનમાં ચઢી શકો છો.

ત્યારબાદ તમે ટિકિટ ચેકર પાસે જઈને પ્લેટફોર્મ ટિકિટ બતાવીને ટિકિટ મેળવી શકો છો. ભારતીય રેલવે દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. પ્લેટફોર્મ ટિકિટ સાથે તરત જ TTEનો સંપર્ક કરવો પડશે. અને TTE તમને ટિકિટ બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *