ભારતીય સેનાના અધિકારીઓએ શનિવારે તેમના પાકિસ્તાની સમકક્ષોને પડોશી દેશના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર મીઠાઈની આપ -લે કરી. ભારતીય લશ્કરના અધિકારીઓએ તેમના પાકિસ્તાની સમકક્ષોને ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરના ચિલેહાના તિથવાલ ક્રોસિંગ પોઇન્ટ પર મીઠાઈ આપી હતી.
સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “14 ઓગસ્ટના રોજ, ઉષ્માભર્યા ઇશારામાં ભારતીય સેનાએ ચીલીહાના તીથવાલ ક્રોસિંગ પોઇન્ટ પર પાકિસ્તાની સેનાને મીઠાઈઓ આપી હતી અને પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.” તે નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવાની ઇચ્છા દર્શાવે છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના અધિકારીએ જણાવ્યું કે, આ પ્રસંગે પાકિસ્તાની રેન્જર્સ અને BSFએ જમ્મુ સરહદ હેઠળ ઓક્ટોરિયો, ચિનાઝ અને ચંબલીયાલ ફોરવર્ડ પોસ્ટ પર મીઠાઈની આપ-લે કરી હતી. સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભારતે આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા માટે આવા સદભાવના સંકેત દ્વારા પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના સતત પ્રયાસો કર્યા છે.
સાથે તેમણે કહ્યું કે, “નિયંત્રણ રેખા સાથેના ગામોમાં શાંતિ સ્થાપવાના ભારતીય સેનાના પ્રયાસોને લોકોએ વખાણ્યા છે. ભારતીય સેનાના આ સકારાત્મક પગલાં નિયંત્રણ રેખા પર કાયમી શાંતિ માટે મદદરૂપ સાબિત થશે.” સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય સેનાએ પૂંછ જિલ્લામાં એલઓસી પર પૂંચ અને મેંધર ક્રોસિંગ પોઈન્ટ પર તેમના પાકિસ્તાની સમકક્ષો સાથે મીઠાઈની આપ -લે પણ કરાવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.