મલેશિયામાં ભૂખ્યા તરસ્યા ગુજરાતીઓ સહીત ૭૦ જેટલા ભારતીયો ફસાયા- જુઓ મદદ માંગતો વિડીયો

દેશવિદેશમાં કાળો કેર વર્તાવી રહેલો કોરોના વિદેશમાં વસતા ભારતીયોને પણ સતાવી રહ્યો છે. વતન વાપસી કરવા માંગતા ભારતીયોની હાલત ખરાબ હોય તેમ અલગ અલગ દેશમાંથી ભારતીયોના વિડીયો સામે આવી રહ્યા છે. ભારત સરકાર પણ સતત આવા ફસાયેલા ભારતીયોની મદદ કરવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે મલેશિયાના કુઆલાલમ્પુર એરપોર્ટ પર ગુજરાતી સહીત ૭૦ જેટલા ભારતીય નાગરિકો ફસાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. આ મુસાફરોમાં સુરત, ભાવનગર, અમદાવાદ અને ઊંઝાના નાગરિકો હોવાની વાત સામે આવી છે.

ફસાયેલા ભારતીય નાગરિકોની દલીલ છે કે, બોર્ડીંગ ટીકીટ મળી ગયા બાદ પણ શ્રીલંકા થઇ ભારત આવનારી ફ્લાઈટમાં બેસવા ન દેવાયા. એરપોર્ટ પર મલેશિયન સરકાર દ્વારા ખાવા પીવાની વ્યવસ્થા વગર મલેશિયામાં એરપોર્ટ પર રઝળી રહ્યા હોવાનો કકળાટ આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે. ફસાયેલા લોકોનો દાવો છે કે અમે બહાર નીકળી શકતા નથી કારણ કે તમામ મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અને બહારથી મલેશિયાની સરકાર દ્વારા તાળાબંધી કરવામાં આવી છે. જેથી ભારત આવવા ફ્લાઈટ પણ નથી મળતી અને એરપોર્ટ બહાર પણ જવા નથી દેવામાં આવતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *