ભારતને કોરોના માટે મળી સૌથી મોટી સફળતા: શોધી બતાવ્યો વાયરસ દુર કરવાનો ઉપાય. જાણો વિગતે

કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. ભારત પણ તેનાથી અછુતુ નથી. ભારતમાં કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનું નિધન થયું છે તો બીજી બાજુ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ વધીને 81 થઈ ગઈ છે. જોકે ભારતે આ રોગ પર ઘણા ખરા અંશે નિયંત્રણ મેળવી લીધું છે.

કોરોના વાયરસ વિરૂદ્ધ ભારતની એક સકારાત્મક પહેલ સંજીવની બૂટી સાબિત થઇ શકે છે. જયપુરમાં ભારતીય ડોક્ટર્સે કોરોના સંક્રમિત ઇટલીથી આવેલા દંપતિનું એન્ટી રેટ્રોવાયરલ દવાઓથી સફળ સારવાર કરી છે. જોકે અત્યારે 5 દવાઓની પુરી અસરની તપાસ થઇ રહી છે પરંતુ પરિણામ જો આશા અનુસાર રહ્યા તો મહામારી કોરોન વિરૂદ્ધ આ ભારતનો ‘સંજીવની’ ફોર્મૂલા હશે.

જો મોદી સરકારની પહેલ રંગ લાવી તો શક્ય છે કે જલદી ભારતના બતાવેલા માર્ગ પર ચાલીને કોરોના વાયરસની સારવાર શોધી લેવામાં આવશે. જોકે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન આ વાતના સંકેત મળ્યા છે કે HIVની સારવારમાં ઉપયોગ થનારી દવાઓ કોરોનાના દર્દી પર કારગર સાબિત થઇ રહી છે. ઇટલીથી ભારત આવેલા દંપતિની સારવારમાં લોપિનાવિર અને રિટોનાવિર કોમ્બિનેશનની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દંપતિ જયપુરમાં કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા અને ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 14 દિવસમાં સારવાર બાદ દંપતિની સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *