સમગ્ર દેશમાં એવા કેટલાક મંદિર આવેલા છે કે, જે પ્રાચીન હસ્તકલાને લીધે સમગ્ર વિશ્વમાં ખુબ જાણીતા બનાયા છે ત્યારે ગુજરાતના મહેસાણા જીલ્લામાં આવેલ તેમજ જગપ્રસિદ્ધ મોઢેરાનાં સૂર્યમંદિરને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. હવે આ નાનું એવું ગામ સમગ્ર દેશમાં ખ્યાતી પામશે.
દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ:
મહેસાણા જિલ્લાનાં મોઢેરા ગામ સૂર્યમંદિરને લીધે સમગ્ર દેશ-દુનિયામાં ખ્યાતી પામ્યું છે. સૂર્યમંદિરને લીધે અહીં દેશ-દુનિયાના લોકો મોઢેરા ગામ તેમજ મંદિરને નિહાળવા માટે આવતા હોય છે જેને લીધે મોઢેરા ગામને એક નવી તેમજ આગવી ઓળખ પણ મળી રહી છે.
જ્યારે મોઢેરા ગામ હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ધરાવનાર ગામ બનવા તરફ જઇ રહ્યું છે ત્યારે એનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. મોઢેરામા 69 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો સૌપ્રથમ સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટ મારફતે સમગ્ર મોઢેરા ગામ તથા સૂર્યમંદિર સૌર ઊર્જા પર ચાલશે.
મંદિર સહિત આખું ગામ સૂર્ય ઉર્જા પર ચાલશે:
સૂર્ય દેવની આરાધના કરવા માટે રાજા ભીમદેવએ 11મી સદીમાં મહેસાણા જિલ્લામાં આવેલ મોઢેરામાં સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મોઢેરા ગામને સૂર્ય ઉર્જાથી પ્રજવલ્લિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તથા કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. જે સમગ્ર દેશનો સૌપ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરા ગામથી ફક્ત 3 કિમી દૂર આવેલ સુજાણપુરા ગામની બહાર બની રહ્યો છે.
કુલ 69 કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહેલ સોલાર પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 12 એકર જમીન ફાળવવામાં આવી છે કે, જ્યાં સોલાર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવવામાં આવી છે કે, જેમાં 3 મેગાવોટ તેમજ એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતા વાળા પ્રોજેકટ ઉભા કરવામાં આવશે. આની સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેક્નોલોજી પણ સર્જાશે.
12 એકરમાં અને 69 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે પ્રોજેક્ટ:
69 કરોડ રૂપિયાનો કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટને ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે કે, જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે. ખાસ વિશેષતા તો એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થઈ શકશે.
69 કરોડ રૂપિયાના આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1,610 ઘરમાં તેમજ સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર 1 કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
60% કામગીરી પૂર્ણતાને આરે:
સૂર્યમંદિર તેમજ મોઢેરા ગામ દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બનવા તરફ જઇ રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પ્રોજેક્ટમાંથી પેદા થતી વીજળીથી મંદિર પરિસર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. જેમાં રાત્રીના સમયમાં લાઇટિંગના નજરા સાથે જોવા મળશે. હાલમાં પ્રોજેકટનું 60 % જેટલું કામ પૂર્ણતાના આરે દેશનો સૌપ્રથમ સોલાર પ્રોજેકટ મોઢેરા પાસેના સુજણપુરામાં સ્થાપિત કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.