Truck accident in Madhya Pradesh, 5 killed: મધ્યપ્રદેશના દતિયામાં એક મીની ટ્રક નદીમાં પડી, મળેલી માહિતી અનુસાર મિની ટ્રકમાં 50 જેટલા મજૂરો હતા. અકસ્માતમાં 12થી વધુ લોકોના મોતના સમાચાર છે. પરંતુ હાલ પાંચના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 3 મૃતદેહો બાળકોના છે અને બાકીના ગુમ છે. દુર્સાડા પોલીસ સ્ટેશન હેઠળના બુહારા ગામમાં મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 3 વાગે આ અકસ્માત થયો હતો. ટ્રક પુલ પાર કરી રહી હતી ત્યારે તેણે કાબુ ગુમાવ્યો અને પલટી ખાઈ ગઈ. હાલ NDRF અને SDRFની 12 લોકોની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મજૂરો ગ્વાલિયરના ભલેટી ગામથી ટીકમગઢના જટારા ગામમાં એક લગ્નમાં એક ટ્રકમાં જઈ રહ્યા હતા. મૃતદેહોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. કલેક્ટર સંજય કુમાર, એસપી પ્રદીપ મિશ્રા, એસડીએમ ઘટનાસ્થળે હાજર છે.
મળેલી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા લોકો માં પ્રશાંત (ઉંમર વર્ષ 18), ગુંજન (ઉંમર વર્ષ 5), ઈસુ (ઉંમર વર્ષ 5), કેરવ (ઉંમર વર્ષ 2) અને પાંચો બાઈ (ઉંમર વર્ષ 65) નો સમાવેશ થઇ છે ત્યારે અન્ય મૃતદેહની શોધ શરુ છે.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ખટિક સમુદાયના લોકો બલેહારીના રહેવાસી છે. જટારા (ટીકમગઢ) તેમની પુત્રીના લગ્ન કરાવવા મીની ટ્રકમાં જઈ રહ્યા હતા. બુહારા નદી પાસેથી જતી વખતે ટ્રકનું વ્હીલ ઉતરી ગયું હતું. ટ્રક નદીમાં ખાબકી હતી. અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી એક 65 વર્ષની મહિલા છે. જેમાં 18 વર્ષનો યુવક છે અને બાકીના 2 થી 3 વર્ષના બાળકો છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. મૃતકના નજીકના સંબંધીઓને 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.