Instagram influencer suicide: ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા) એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. રાજકોટની રહેવાસી આ યુવતી પોતાના પરિવારથી અલગ રહેતી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોથી ખૂબ જ પ્રખ્યાત હતી. થોડા સમય પહેલાં (Instagram influencer suicide) યુવતી ગોવા ફરવા ગઈ હતી. ગોવાથી પરત ફરી રાજકોટમાં તેણે આપઘાત કરી લીધો છે. સમગ્ર મુદ્દે હાલ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
પિતાને ફોન કરીને કહ્યું, ‘હું જાઉં છું…’
મળતી માહિતી મુજબ, 26 વર્ષીય રાધિકા ધામેચા તેના પિતાથી અલગ રૈયા રોડ પર આવેલી તુલસી માર્કેટ સામે રહેતી હતી. આપઘાત કરતાં પહેલાં રાધિકાએ પોતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, હું દુનિયા છોડીને જાઉં છું. જોકે, તેના પિતા તેને કંઈ સમજાવી શકે તે પહેલાં જ તેણે આ પગલું ભરી લીધું હગતું. જ્યારે પિતાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી તો દીકરી મૃત હાલતમાં હતી. જોકે, સમગ્ર મુદ્દે હજુ સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ સિવાય તેની પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ પણ નથી મળી. હાલ, પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે સમગ્ર મામલે તપાસ કરતાં રાધિકાના મોતનું કોઈ કારણ સામે ન આવતાં હવે તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. રાધિકાના ફોનને FSL માં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે, મોબાઈલ ફોનમાંથી રાધિકાના આત્મહત્યા પાછળનું કારણ સામે આવી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App