ગુજરાત(Gujarat): ગુજરાત યુુનિવર્સિટી(Gujarat University)ની પ્રથમ વર્ષ બીકોમ, પ્રથમ સેમની પરીક્ષાની ઉતરવહીમાં એક બીકોમ પરીક્ષાર્થી દ્વારા ચોંકાવનારું લખાણ લખવામાં આવ્યું છે. પરીક્ષાર્થીએ ઉતરવહીમાં લખ્યું છે કે, ‘પ્લીઝ સાહેબ, મારી સગાઈ થઈ છે. મેં કઈ વાંચ્યું નથી મને પરીક્ષામાં પાસ કરી દેજો..સોરી હોં! આ પ્રકારનું લખાણનો ફોટો વાયરલ(Photo viral) થતા લોકો ખખડી પડ્યા છે.
સ્ટેટેસ્ટિક્સની પ્રથમ સેમેસ્ટરની ઉત્તરવહીની ચકાસણી દરમિયાન એક પરીક્ષાર્થી દ્વારા લખવામાં આવેલ આ પ્રકારનું લખાણ અંગે પેપર ચેક કરનારા પ્રોફેસરે યુનિવર્સિટીને જાણ કરવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાત તો એ છે કે, પરીક્ષાર્થીએ આ લખાણના અંતે પોતાનું સરનામું પણ લખ્યું છે અને તેનો સંપર્ક કરવા વિનંતી કરી છે. લખાણમાં અંતે કોન્ટેક્ટ કરજો ફ્રોમ વસ્ત્રાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બે વર્ષ અગાઉ વિદ્યાર્થીએ પાસ કરવા માટે આપી હતી ધમકી:
બે વર્ષ અગાઉ યુનિવર્સિટીની પરીક્ષાની ઉત્તરવહીમાં વિદ્યાર્થીએ અધ્યાપકને પાસ કરવાની ધમકી આપી બીભત્સ ગાળો ભાંડતા લખાણ લખ્યું હતું કે, ‘મને પાસ કરી દેજો, નહીં તો તમારી છોકરીને ઉપાડીને લઇ જઈશ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.