Surat Samast Patidar Samaj: ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજની લોનનો લાભ લેવા માટે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ- સુરતના વિદ્યાર્થીઓને અપીલ કરી છે. હાલમાં ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા ગુજરાત સ્થિત પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને લોન આપવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે.(Surat Samast Patidar Samaj) વર્તમાન સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને ખુબ મોટો ખર્ચ આવે છે.
જેથી મધ્યમ કે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારના સંતાનોને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. ઘણી વખત તો સંતાનો અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હોવા છતા પણ પૈસાની તકલીફના કારણે અભ્યાસને અધવચ્ચે જ છોડી દેવાની ફરજ પડે છે. આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં ઉંચા વ્યાજે લોન લેવાના કારણે પરિવારો દેવાના ડુંગર તળે દબાઈ જતા હોય છે.
પાટીદાર સમાજના તેજસ્વી યુવા-યુવતિઓને ઉપરોક્ત સમસ્યાનો સામનો ન કરવો પડે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે વર્ષ 2005માં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત દ્વારા શિક્ષણનિધી નામની યોજના શરૂ કરવામાં આવી છે. જે મુજબ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ માટે સુરત આંબા તલાવડી સ્થિત ઓફીસ ખાતેથી આ યોજનાનો લાભ મેળવવા સંપર્ક કરવા માટેની જાહેરાત સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube