આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ તેમણે કહ્યું કે યોગને દુનિયાભરમાં પ્રચાર-પ્રસાર કરવા માટે મીડિયા, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકો જે રીતની ભૂમિકા ભજવી રહ્યાં છે તે પણ ખુબ મહત્વપૂર્ણ છે. દેશ વિદેશમાં આજે યોગની ધૂમ છે. જલ, થલ અને નભમાં યોગ અભ્યાસ કરાઈ રહ્યો છે. આ સાથે જ એક વીડિયો હાલ ખુબ પસંદ કરાઈ રહ્યો છે જેમાં બીએસએફની ડોગ સ્ક્વોડ ટીમ યોગ અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત આર્મી ડોગ યુનિટની યોગ અભ્યાસની તસવીરો પણ વાઈરલ થઈ રહી છે.
#WATCH Dog squad of Border Security Force performs yoga along with their trainers on #YogaDay2019 in Jammu. pic.twitter.com/TTN2vAgbeS
— ANI (@ANI) June 21, 2019
બીએસએફની ડોગ સ્ક્વોડ ટીમનો યોગ અભ્યાસ:
આ વીડિયો જમ્મુનો છે. જ્યાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ડોગ સ્ક્વોડ ટીમ પોતાના ટ્રેઈનરો સાથે યોગા કરતી જોવા મળી. એકદમ શિસ્તબદ્ધ રીતે જાનવરો પણ જો યોગ અભ્યાસ કરી શકે તો આપણે માણસો કેમ પાછળ રહીએ?
આર્મી ડોગ યુનિટનો યોગ અભ્યાસ:
આ ઉપરાંત ભારતીય સેનાના ડોગ યુનિટની તસવીરો પણ વાઈરલ થઈ રહી છે. જેમાં જવાનોની સાથે તેમના સાથી એવા કૂતરા પણ જવાનોની સાથે યોગ અભ્યાસ કરતા જોવા મળે છે. આ કૂતરા જોખમ સમયે ભારતીય સેનાના જવાનોની ખુબ સહાયતા કરે છે અને તેમના જીવ પણ બચાવતા હોય છે.
Army Dog Unit practiced Yoga on #YogaDay2019, today. pic.twitter.com/OOzJrMWqK1
— ANI (@ANI) June 21, 2019
અત્રે જણાવવાનું કે 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી આ દિવસે સમગ્ર દુનિયા યોગ દિવસની ઉજવણી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.