Pahalgam terror attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ પર્યટકો પર મોટો આતંકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા છે. આ હુમલાની વૈશ્વિક સ્તરે ખૂબ નિંદા કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી સાઉદી અરબની મુલાકાત (Pahalgam terror attack) વચ્ચે જ છોડી, દિલ્હી પાછા ફર્યા છે અને એરપોર્ટ પરજ વિદેશ મંત્રી એનએસએ અને વિદેશ સચિવ સાથે મુલાકાત કરી હતી.
એવામાં પહેલગામના આતંકી હુમલાની તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓએ આ સમગ્ર ઘટના નજરે જોનારા લોકોની પૂછપરછ કર્યા બાદ ત્રણ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે.
આતંકી હુમલાની જગ્યાએ અમિત શાહ પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પહેલગામમાં જે જગ્યા પર આતંકી હુમલો થયો હતો ત્યાં પહોંચી ગયા છે. હવે તે જગ્યાનું અવલોકન કરી રહ્યા છે.
પહેલગામમાં હુમલો થયા બાદ દિલ્હીમાં આજે સાંજે છ વાગ્યે સીસીએસની બેઠક બોલાવવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહના પાછા ફર્યા બાદ છ વાગે સુરક્ષા મામલાની સમિતિની બેઠક થશે. અમિત શાહ સીસીએસને પણ બધી જાણકારી આપશે. આ બેઠકમાં ગૃહ મંત્રી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર, એન એસ સે ચીફ અજીત ડોભાલ અને PMO પ્રિન્સિપલ સેક્રેટરી હાજર રહેશે. જોકે સીસીએસની સભ્ય નાણામંત્રી નિર્મલા સીતારમન રાતે લગભગ 10:00 વાગ્યે દિલ્હી પહોંચશે.
ભારતના સંભવિત એક્શન પર બોલ્યા પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી
પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ પહેલગામમાં આતંકી હુમલાબાદ ભારત તરફથી સંભવિત જવાબી કાર્યવાહીની સંભાવનાને જોતા કહ્યું કે પાકિસ્તાન રાજનીતિક રૂપે ભલે વિભાજિત છે પરંતુ અમે એક રાષ્ટ્રના રૂપમાં એક જૂથ છીએ. જો ભારત તરફથી કોઈ હુમલો કરવામાં આવે અથવા ધમકી આપવામાં આવે છે તો તમામ ગ્રુપો પોતાની માતૃભૂમિની રક્ષા માટે પાકિસ્તાનના ઝંડા નીચે એક જૂથ હશે.
આતંકી હુમલો પાકિસ્તાનની સાજીશ.. બોલ્યા એકનાથ શિંદે
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લઈને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, આ હુમલો પાકિસ્તાને જ કરાવ્યો છે, આ હુમલો કાશ્મીર પર નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓ પર કરવામાં આવ્યો છે. હું આની કડક શબ્દોમાં નિંદા કરું છું. જે કોઈપણ લોકોએ હુમલો કર્યો છે તેમણે ધર્મ પૂછીને ગોળીઓ ચલાવી છે, તેમને શોધી શોધીને માર્યા છે. પરંતુ આપણા જવાનો એક એક કરીને નહીં પરંતુ એક સાથે તમામ લોકોને મારશે અને લોહીનો બદલો લોહીથી અને ઈંટનો બદલો પથ્થરથી લેશે. પાકિસ્તાનને આનું નુકસાન ભોગવવા તૈયાર રહેવાનું રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App