IPL 2025 Start Date: IPL 2025 ની શરૂઆત અંગે એક મોટી અપડેટ આવી છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ પહેલા IPL 2025 23 માર્ચથી શરૂ થવાની હતી. જો કે હવે હવે તેમાં ફેરફાર (IPL 2025 Start Date) કરવામાં આવ્યો છે. IPL 2025 સીઝન 18 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જ્યારે આઈપીએલ 2025 ની ફાઇનલ મેચ 25 મે ના રોજ યોજાશે. સૂત્રો અનુસાર ટૂંક સમયમાં BCCI IPL 2025 નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી શકે છે. હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
BCCI એ તારીખોમાં ફેરફાર કર્યો
12 જાન્યુઆરીએ મુંબઈમાં મળેલી ખાસ સામાન્ય સભા બાદ BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સલાહ આપી હતી કે IPL 23 માર્ચથી શરૂ થવી જોઈએ. જોકે BCCI એ આ તારીખોમાં ફેરફાર કર્યો છે. ક્રિકબઝના એક અહેવાલ મુજબ બ્રોડકાસ્ટરોએ શનિવારથી મેચ શરૂ કરવાની વિનંતી કરી હતી, જેને બોર્ડે સ્વીકારી લીધી હતી. IPL 2025 નું સંપૂર્ણ સમયપત્રક ટૂંક સમયમાં બીસીસીઆઈ જાહેર કરવામાં આવશે.
IPL 2025 UPDATES (Cricbuzz):
– RCB Vs KKR on 22nd March.
– SRH Vs RR on 23rd March.
– RR Vs KKR on 26th and RR Vs CSK on 30th March in Guwahati.
– Dharamshala likely to host 3 matches.
– Qualifier 1 & Eliminator in Hyderabad.
– Final on 25th May in Kolkata
આ વખતે ધર્મશાળા અને ગુવાહાટીમાં પણ IPL મેચો રમાશે. આ ઉપરાંત ચેન્નાઈ, દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, લખનઉ, જયપુર, કોલકાતા, હૈદરાબાદ અને મુલ્લાનપુરમાં મેચનું આયોજન કરાશે.
KKR vs RCB વચ્ચે પહેલી મેચ
ક્રિકેટના ચાહકો IPL સીઝન 18 ની શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે મોટાભાગની ટીમો નવા કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. ક્રિકેટના ચાહકો IPL સીઝન 18 ની શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે મોટાભાગની ટીમો નવા કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરશે. રજત પાટીદાર IPL 2025 માં RCB ની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App