રાજસ્થાન: આકાશ કુલહરિ કે જે રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં રહેતા અને કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર છે. આઈપીએસ ઓફિસર આકાશ કુલહરિની કહાની ખુબ પ્રેરણાદાયક છે. કારણ કે ઓછા માર્ક આવ્યાં બાદ તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેમણે હાર ન માની અને આકરી મહેનત કરીને યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી છે. હાલમાં એસ્પિરેન્ટ નામની એક વેબસિરીઝ આવી હતી જેમાં યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ મિત્રોની સાચી વાર્તા જણાવવામાં આવી હતી. આવામાં અમે તમને એવા જ કેટલાક લોકોની સ્ટોરી જણાવીએ છીએ જેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને યુપીએસસી પાસ કરી છે.
ખાનગી અહેવાલ મુજબ, એક ઈન્ટરવ્યુમાં આકાશ કુલહરિએ જણાવ્યું હતું કે, બાળપણમાં તેઓ અભ્યાસમાં ખુબ ખરાબ હતા અને અનેક વાર માતા પિતાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ ધોરણ 10 નું પરિણામ આવ્યા બાદ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ મે હાર માની ન હતી’
આકાશ કુલહરિનો પ્રાથમિક અભ્યાસ બીકાનેરની એક શાળાથી શરૂ થયો હતો. તેમણે વર્ષ 1996માં માત્ર 57 ટકા સાથે 10મું ધોરણ પાસ કર્યું હતું. આટલા ઓછા માર્ક્સ આવ્યા પછી શાળાએ તેમને કાઢી મૂક્યા અને 11માં ધોરણમાં પ્રવેશ આપ્યો ન હતો.
ધોરણમાં 10માં ઓછા માર્ક્સ આવ્યા પછી આકાશ કુલહરિના પિતાએ ખુબ મહેનત કરીને કેન્દ્રીય વિદ્યાલય બીકાનેરમાં એડમિશન કરાવી આપ્યું હતી. ત્યારબાદ આકાશે પણ ખુબ મહેનત કરી અને 12માં ધોરણમાં 85 ટકા લાવ્યા હતા. ત્યારબાદ 2001માં તેમણે દુગ્ગલ કોલેજ બીકાનેરમાંથી બીકોમ અને દિલ્હીની જેએનયુથી સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ વિષયથી એમકોમ કર્યું હતું.
જેએનયુમાં અભ્યાસ દરમિયાન આકાશ કુલહરિએ યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી. પહેલા જ પ્રયત્નમાં વર્ષ 2006માં સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરી હતી. આ દરમિયાન તેમણે 2005માં જેએનયુથી જ એમફિલ પણ કર્યું હતું.
એક ઈન્ટરવ્યુમાં આકાશ કુલહરિએ જણાવ્યું હતું કે, ગ્રેજ્યુએશન કાર્ય પછી મારી સામે કરિયરના 2 વિકલ્પ હતા. પહેલો વિકલ્પએ કે, હું એમબીએ કરીને કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરું અને બીજો વિકલ્પ એ હતો કે, સિવિલ સર્વિસિસની તૈયારી કરું. મારી માતા ઈચ્છતી હતી કે, મારા બાળકો અધિકારી બની દેશની સેવા કરે, આથી મે માતાની ઈચ્છાને સન્માન આપી સિવિલ સેવાઓની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. મને પહેલા જ પ્રયત્નમાં સફળતા મળી તો નાના ભાઈએ પણ આ રસ્તો પસંદ કર્યો અને તે પણ આજે એક અધિકારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.