અરે…. આ મોડલને ડેટ કરી રહ્યો છે Ishan Kishan… -પાકિસ્તાન સામેની ધમાકેદાર ઇનિંગ બાદ થયો ખુલાસો

Ishan kishan Aditi Hundia show love on Insta Story: ઇશાન કિશને એશિયા કપ 2023માં પાકિસ્તાન સામેની પોતાની ડેબ્યૂ મેચમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બધાએ ઈશાનની…

Ishan kishan Aditi Hundia show love on Insta Story: ઇશાન કિશને એશિયા કપ 2023માં પાકિસ્તાન સામેની પોતાની ડેબ્યૂ મેચમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બધાએ ઈશાનની ઈનિંગના વખાણ કર્યા, પરંતુ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરતી પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું. ઇશાનની ઇનિંગ દરમિયાન, એક મોડલે તેની તસવીર ક્લિક કરી અને હાર્ટના  ઇમોજી સાથે ઇન્સ્ટા સ્ટોરી મૂકી હતી.(Ishan kishan Aditi Hundia show love on Insta Story) આ પછી ચર્ચા શરૂ થઈ કે શું ઈશાન અને મોડલ વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી છે.

હકીકતમાં, મોડલ સાથે અફેરની અફવા છે કારણ કે, આ મોડલ ઈશાન કિશન સાથે ઘણી વખત જોવા મળી છે. વેલ, આ અફેરની માત્ર અફવા છે કે સત્ય તે તો પછી ખબર પડશે પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ મોડલની ઈન્સ્ટા સ્ટોરીને લઈને તમામ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે.

કોણ છે ઇન્સ્ટા સ્ટોરી શેર કરતી મોડેલ?
ઈશાન કિશનના ફોટો સાથે ઈન્સ્ટા સ્ટોરી શેર કરનાર મોડલનું નામ અદિતિ હુંડિયા છે. છેલ્લા કેટલાક સમયથી તેનું નામ ઈશાન કિશન સાથે જોડાઈ રહ્યું છે. શનિવારે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ઈશાન શાનદાર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અદિતિએ તેની એક તસવીર ક્લિક કરી અને ઈન્સ્ટા પર શેર કરી.

તસવીરમાં અદિતિનો લિવિંગ રૂમ દેખાઈ રહ્યો છે, જેમાં એક મોટું એલઈડી ટીવી છે. ટીવી પર ભારત-પાકિસ્તાનની મેચ ચાલી રહી છે અને સ્ક્રીન પર ઈશાન બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટા સ્ટોરી શેર કરતી વખતે, અદિતિએ લખ્યું… ડ્રીમ ઇનિંગ, યુ ડિઝર્વ એવરી બીટ ઓફ ઇટ. આ સાથે અદિતિએ હાર્ટ સાથે એક આઇકન પણ લગાવ્યું હતું.

જાણો કોણ છે અદિતિ હુંડિયા?
અદિતિ હુંડિયા વ્યવસાયે મોડલ છે. તેણે 2017ની ‘મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટ’માં ભાગ લીધો હતો અને ફાઇનલિસ્ટ રહી હતી. આ પછી તેણે 2018માં મિસ સુપ્રાનેશનલનો ખિતાબ જીત્યો. ઈશાન અને અદિતિ હુંડિયા અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે, શનિવારે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં ઈશાન કિશને 81 બોલમાં 82 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે આ ઈનિંગ એવા સમયે રમી જ્યારે ટીમ ઈન્ડિયાની ચાર વિકેટ ખૂબ જ ઓછા સ્કોર પર પડી ગઈ હતી. આ પછી ઈશાને હાર્દિક પંડ્યા સાથે શાનદાર ભાગીદારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *