Mission Chandrayaan 3 Update: ISROનું Chandrayaan-3 એક ઓગસ્ટની પાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ધરતીની ચારેબાજુ પાંચમા ઓર્બિટથી ટ્રાન્સ લૂનર ટ્રેજેક્ટરીમાં નાખવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાને ટ્રાન્સર લૂનર ઈન્ડેક્શન(Mission Chandrayaan 3) કહેવામાં આવે છે. એટલે કે ધરતીના રસ્તાને છોડીને હવે તે ચંદ્રમાની તરફ જવા માટે હાઈવે પર જઈ ચુક્યું છે. તેવું કહી શકાય.
આમ તો ISROએ આ કામ માટે Chandrayaan-3ને ઈન્ટિગ્રેટેડ મોડ્યુલના એન્જિનને લગભગ 20થી 26 મિનિટ માટે ઓન કર્યું હતું. પ્લાનિંગ તો 12.30 થી 12.23 વાગ્યાની વચ્ચે આ કામ કરવાની હતી. પરંતુ ISRO વૈજ્ઞાનિકો એક કરલાકનું માર્જિન લઈને ચાલી રહ્યા હતા. જેથી તોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે.
We’re thrilled to see #Chandrayan3 (@isro) observed by @astro_agn at ROTUZ (Panoptes-4) telescope (J. Gil Institute of Astronomy University of Zielona Góra), operated by @sybilla_tech . Trajectory via @coastal8049 with STRF by @cgbassa and members of the @SatNOGS . Godspeed! pic.twitter.com/8ifW94lOJQ
— Sybilla Technologies (@sybilla_tech) July 25, 2023
ચંદ્રયાનને ચંદ્રના હાઈવે પર નાખ્યા બાદ બીજી ઓર્બિટ મેન્યુવર કે ઓર્બિટ ઈન્જેક્શન 5 ઓગસ્ટે થશે. ત્યારે Chandrayaanને ચંદ્રના પહેલા મોટા ઓર્બિટમાં નાખવામાં આવશે. આવા પાંચ ઓર્બિટ મેન્યુવર થશે. જે 6 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 16 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ સુધી થતા રહેશે. 17 ઓગસ્ટે જ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થશે.
Chandrayaan-3 Mission:
Chandrayaan-3 completes its orbits around the Earth and heads towards the Moon.A successful perigee-firing performed at ISTRAC, ISRO has injected the spacecraft into the translunar orbit.
Next stop: the Moon 🌖
As it arrives at the moon, the… pic.twitter.com/myofWitqdi
— ISRO (@isro) July 31, 2023
સરળ નથી ચંદ્રયાન-3નો રસ્તો
અલગ થયા પહેલા બન્ને મોડ્યુલ ચંદ્રના ચારે તરફ 100X100 કિમીના બીજા ઓર્બિટમાં ચક્કર લગાવશે. 18 ઓગસ્ટ 2023એ શરૂ થશે ડીઓર્બિટિંગ એટલે કે ડીબૂસ્ટિંગ. લેન્ડર મોડ્યુલરની ગતિને ઓછી કરવામાં આવશે.
ગતિ ઓછી કરવી, દિશા પલટવી મુશ્કેલ કામ
આ ઓર્બિટથી ચંદ્રની તરફ જવા માટે ગતિને 2.38 કિમી પ્રતિસેકન્ડથી ઓછી કરીને 1KM પ્રતિસેકન્ડ કરવામાં આવશે. બીજી ડીઓર્બિટિંગ 20 ઓગસ્ટે કરવામાં આવશે. ત્યારે ચંદ્રયાન-3ના લેન્ડરને 100X30 મીટરના લૂનર ઓર્બિટમાં નાખવામાં આવશે. ત્યાર બાદ 23 ઓગસ્ટની શાંજે 5.47 મિનિટ પર ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube