આ પાર્ટીના નેતાના ઘરેથી કબાટને કબાટ ભરીને મળી કરોડોની રોકડ રકમ- ગણી ગણીને અધિકારીઓ પણ થાક્યા

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) પહેલા આવકવેરા વિભાગના દરોડા(Income tax department raids) ચાલુ છે. સમાજવાદી પાર્ટીના નેતાઓ બાદ હવે આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના મોટા પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈન(Piyush Jain)ના ઘર અને જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ અને નકલી ઈનવોઈસ મળી આવ્યા હતા, જેને જોઈને અધિકારીઓની આંખો ફાટી ગઈ હતી.

દરોડામાં રૂ. 150 કરોડની રોકડ મળી:
સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા બાદ આવકવેરા વિભાગની ટીમે 150 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી લીધી છે અને હજુ પણ દરોડા ચાલુ છે. દરોડા દરમિયાન, IT વિભાગના અધિકારીઓએ 200 થી વધુ નકલી ઈનવોઈસ પણ રિકવર કર્યા છે અને ફેક્ટરીમાં ચાર ટ્રક સીલ કરી છે.

ઈન્કમટેક્સ ટીમ કન્નૌજ પહોંચી:
દરોડા બાદ ઈન્કમટેક્સ ટીમ પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનની ઘરની અંદર પૂછપરછ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીયૂષ જૈનના કાનપુરના આવાસ બાદ આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના ઘરે પણ દરોડા પાડ્યા હતા અને ટીમ તપાસમાં લાગેલી છે.

સમાજવાદી પરફ્યુમ ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યું હતું:
તમને જણાવી દઈએ કે પીયૂષ જૈને ‘સમાજવાદી પરફ્યુમ’ લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેમણે એક મહિના પહેલા લખનૌમાં ‘સમાજવાદી’ નામથી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. જેનું લોકાર્પણ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીયૂષ જૈને કહ્યું હતું કે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પરફ્યુમ 22 ફૂલોમાંથી બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *