વિચાર્યા વગર સ્ટંટ કરવો છોકરાઓને ભારે પડ્યો, કાંકરાની જેમ રસ્તા પર બધા વેરાઈ ગયા

Bike stunt video: હવે એવો સમય આવી ગયો છે, જેમાં બધાને વાયરલ થવું છે. તેના માટે લોકો તો એવા પણ છે કે પોતાના જીવની પણ ચિંતા કરતા નથી. તેની સાથે જોડાયેલા ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ હોય છે. જેને જોયા બાદ લોકો પણ આશ્ચર્યમાં પડી (Bike stunt video) જાય છે. હાલમાં જ એવો એક વિડીયો સામે આવી રહ્યો છે. જા બે છોકરાઓ સપોર્ટ બાઈકમાં ચાલુ ગાડી પર સ્ટંટ કરતાં દેખાઈ રહ્યા છે. સ્ટંટ તો કમાલનો હતો પરંતુ વીડિયોના અંતમાં તેમની સાથે ખેલ થઈ જાય છે અને તમામ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે.

સ્ટંટ માટે ખૂબ પ્રેક્ટિસની જરૂર હોય છે, ત્યારબાદ લોકો આવા સ્ટંટ કરતા હોય છે અને લોકો જેને જોઈ ઇમ્પ્રેસ થઈ જતા હોય છે. પરંતુ ફિલ્મનો ક્રેઝ લોકો વચ્ચે એવો આવ્યો છે કે લોકો ગમે ત્યાં સ્ટંટ કરવાનું શરૂ કરી દે છે. હવે સામે આવેલ આ વીડિયોમાં જ જોઈ લો. જ્યાં કશું વિચાર્યા વગર બાઈકને કાવા મરાવતા જોઈ શકાય છે. આ વિડીયો લોકો વચ્ચે વાયરલ થયો તો લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને કહ્યું હતું કે આ રીતના સ્ટંટ કોણ કરે ભાઈ.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

વિડીયોમાં તમે જોશો કે એક વ્યક્તિ રસ્તા પર ભારે વાહનો પસાર થઈ રહ્યા છે તે જ રસ્તા પર પોતાની બાઈકને કાવા મરાવી રહ્યો છે. આ દરમિયાન બાઈક પર પાછળ તેનો મિત્ર પણ બેઠેલો છે અને બીજો મિત્ર આ સ્ટંટની સમગ્ર ઘટનાની રેકોર્ડ કરી રહ્યો છે. હેરાનિની વાત તો એ છે કે એમાંથી કોઈએ પણ હેલ્મેટ નથી પહેર્યું અને તમામ લોકો કાવા મરાવતા રોડ પર સ્ટંટ દેખાડી રહ્યા છે. આ દરમિયાન પાછળ વાળો વ્યક્તિ બ્રેક મારે છે અને તે સંતુલન ગુમાવી બેસે છે અને પોતાના મિત્ર સાથે જ રોડ પર કાંકરાની જેમ વેરાઈ જાય છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આ લોકોને સપોર્ટ ન કરો. આમના વિરુદ્ધ રિપોર્ટ થવો જોઈએ. બીજા વ્યક્તિએ લખ્યું કે હજુ રમો રીલ રીલ, આ જ થવું જોઈએ તમારી સાથે.