Indian State: ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ખૂબ સમૃદ્ધ રહી છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અંગ્રેજોએ ફક્ત લૂંટવાના ઉદ્દેશ્યથી અહીંયા પોતાની કંપની સ્થાપી (Indian State) હતી. તેઓ અહીંયા 200 વર્ષ સુધી રાજ કરતા રહ્યા. જોકે એક રાજ્ય એવું પણ હતું, જેણે અંગ્રેજોની ગુલામી ક્યારેય નથી કરી.
આપણે સારી રીતે જાણીએ છીએ કે અંગ્રેજોએ કઈ રીતે આખા ભારતને પોતાનું ગુલામ બનાવી લીધું અને સેકડો વર્ષો સુધી તેના પર શાસન કરતા રહ્યા. તેમણે ભારતીય પ્રજાને ખૂબ દુઃખ આપ્યા, પરંતુ આપણા દેશમાં એક એવું રાજ્ય પણ છે, જ્યાં રાજ કરવું અંગ્રેજોનું સપનું બનીને રહી ગયું. આ રાજ્યને તેઓ ક્યારે પોતાનો ગુલામ ન બનાવી શક્યા. આખરે આ શક્ય કેવી રીતે થયું કે અંગ્રેજો આ રાજ્ય પર કબજો ના મેળવી શક્યા.
આ સુંદર રાજ્ય પર નથી થયો અંગ્રેજોનો કબજો
એવું ન હતું કે આ રાજ્યમાં સંપત્તિ ન હતી અથવા તે સુંદર ન હતું, તે આજે પણ પોતાની સુંદરતાને કારણે પર્યટકોની પહેલી પસંદ છે. અમે વાત કરી રહ્યા છીએ સમુદ્ર કિનારે વસેલા સુંદર રાજ્ય ગોવાની. આ રાજ્ય ક્યારેય પણ અંગ્રેજોનું ગુલામ નથી થયું.
આ રાજ્ય અંગ્રેજોના ત્રાસ બચેલું રહ્યું હોય તો તેનું એકમાત્ર કારણ પોર્ટુગીઝો હતા. તેઓ અંગ્રેજો પહેલા વર્ષ 1448 માં ભારત પહોંચી ગયા હતા. વાસ્કો ડી ગામાએ ભારતની શોધ કરી ત્યારબાદ પોર્ટુગીઝો અહીંયા વેપાર કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે ઘણા યુદ્ધ પણ થયા પરંતુ ક્યારેય ગોવા અંગ્રેજોને આધીન થયું ન હતું.
ગુલામી કરી પરંતુ અંગ્રેજોની નહીં
અંગ્રેજો જ્યાં 1608માં ભારતના સુરતમાં પહોંચ્યા હતા. તેમણે વ્યાપાર કરવા માટે ભારતીય સંસાધનો અને સંપત્તિને પોતાના દેશ સુધી પહોંચાડ્યા. ધીમે ધીમે તમને દેશ પર કબજો કરવાનો પણ શરૂ કરી દીધો. જોકે તેમણે 1947 માં ભારતને છોડવું પડ્યું હતું. ભારતનું ગોવા રાજય તેમના આધીન ન રહ્યું અને આખો દેશ આઝાદ થઈ ગયો, ત્યારે પણ ગોવા પોર્ટુગીઝોનું ગુલામ હતું. તે લગભગ 400 વર્ષ સુધી ભારતમાં રહ્યા હતા. જ્યારે અંગ્રેજોએ ભારત દેશ છોડ્યો ત્યારે પણ પોર્ટુગીઝોના હાથમાં ગોવા રહ્યું હતું. 1961માં ગોવામાંથી પોર્ટુગીઝોનું રાજ ખતમ થઈ ગયું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App