જગતનો તાત થશે ખુશખુશાલ: આગામી 5 દિવસ સુધી આ વિસ્તારમાં મન મુકીને વરસશે મેઘરાજા- હવામાન વિભાગે કરી આગાહી

દેશના કેટલાક વિસ્તારમાં મંગળવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય કેટલાય રાજ્યો પણ સામેલ છે. વરસાદને કારણે આ રાજ્યોમાં લોકોને…

દેશના કેટલાક વિસ્તારમાં મંગળવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય કેટલાય રાજ્યો પણ સામેલ છે. વરસાદને કારણે આ રાજ્યોમાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. આ દરમિયાન ભારત હવામાન વિભાગએ આગાહી કરી છે કે, બુધવારથી લઈને આવતા કેટલાક દિવસ સુધી કેટલાક રાજ્યોમાં સતત વરસાદ વરસી શકે છે. જેને લઈને ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં અનેક વિસ્તારોમાં અને પશ્ચિમી ભાગોમાં કેટલીક જગ્યાઓ પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી  કરવામાં આવી છે. આ દરમિયાન ક્યાંય ભારે તો ક્યાંક હળવો તો ક્યાય મધ્યમ વરસાદ થશે. ત્યારે નોર્થ ઈસ્ટ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમી તટીય વિસ્તારમાં આવનારા 4થી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની પુરેપુરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સાથે સાથે ઉત્તર પૂર્વ ભારત, બંગાળના સૌથી હિમાલયી વિસ્તાર અને સિક્કિમમાં 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ ખાબકશે. જયારે આસામ અને મેઘાલયના મોટાભાગના વિસ્તારમાં 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં 27 ઓગસ્ટ સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સાથે તમિલનાડુ, કેરળ  26 અને 27 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. ત્યારે રાજસ્થાનને છોડી અન્ય મધ્યમ ભારતીય વિસ્તારમાં 27 ઓગસ્ટ સુધી મેઘરાજા મન મુકીને વરસી શકે છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય કારણ કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે.

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ દેશના મોટા ભાગના રાજ્યમાં અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *