બાવળા-બગોદરા હાઈવે પર જયપુર જેવી દુર્ઘટના: 3 વાહનો બળીને ખાખ, આટલા લોકોના મોત

Bagodra Highway Accident: હજુ ગયા અઠવાડિયામાં જ રાજસ્થાનના જયપુર પાસે હાઇવે પર એક ગેટ ટેન્કર ફાટવાની કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હજુ તે ઘટના ભુલાઈ નથી એવામાં બીજી ઘટના બાવળા-બગોદરા હાઈવે પર બની છે. જેમાં કાપડના ટ્રકનું (Bagodra Highway Accident) ટાયર ફાટતાં ચાર ભારે વાહનો અથડાઈ ગયા હતા. તેના લીધે આગ લાગી હતી અને આ તમામ વાહનો બળીને રાખ થઈ ગયા હતા. હા દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવેથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બગોદરાથી બાવળા તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ, કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ટ્રક સવાર 2 લોકોના મોત થયા છે.  બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી બાવળા તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો.

મળતી વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે. અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે. વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા.

આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. આ તરફ 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે.સૂત્રોનું માનીએ તો બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો.

આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. આ તરફ હવે સામે આવ્યું છે કે, કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. નોંધનિય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે, જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે.