BIG BREAKING: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા- કુપવાડામાં એક આતંકીનું ઢીમ ઢાળી દીધું

terrorist encounter in Jammu and Kashmir: સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. તાજેતરનો મામલો ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાનો છે. સુરક્ષા દળોએ(terrorist encounter in Jammu and Kashmir) કુપવાડાના જુમાગુંડ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરી કરનાર એક આતંકી માર્યો ગયો. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે
જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું, “ગઈકાલે શરૂ કરાયેલા સંયુક્ત ઓપરેશનમાં, સેના અને કુપવાડા પોલીસે કેરન સેક્ટરના જુમાગુંડ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે, જેમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.”

કુપવાડામાં ઘૂસણખોરીનો બીજો પ્રયાસ
આ અઠવાડિયે કુપવાડામાં ઘૂસણખોરીનો આ બીજો પ્રયાસ છે. ઇનપુટ બાદ સેનાએ જુમાગુંદ સેક્ટરના ગ્રાથ પોસ્ટ એલઓસી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન ઘૂસણખોરી કરનારા આતંકીઓ સાથે પોલીસનું એન્કાઉન્ટર થયું હતું. તલાશી કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સેનાના જવાનોએ પણ આનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન એક આતંકવાદીનું મોત થયું હતું.

અગાઉ 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ પહેલા ગુરુવારે કુપવાડામાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા, જેઓ સરહદેથી ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પહેલા પણ સતર્ક સૈનિકોએ તેને મારી નાખ્યો હતો. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *