જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન તેજ થયું છે અને પુલવામામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ પુલવામા(Pulwama) જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed)ના 3 આતંકીઓને ઠાર કર્યા છે.
આતંકીઓમાં એક પાકિસ્તાની પણ માર્યો ગયો:
દક્ષિણ કાશ્મીરના પુલવામામાં વહેલી સવારે આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ શરૂ થઈ, જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા અને તે બધા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં પાકિસ્તાની નાગરિકો પણ સામેલ છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે, ચાંદગામ, પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન જૈશના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાનનો નાગરિક હતો.
ગુપ્તચર માહિતી બાદ સેનાએ કાર્યવાહી કરી હતી:
સુરક્ષા દળોને પુલવામાના ચાંદગામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ પછી મધરાતે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ આતંકવાદીઓના સંદિગ્ધ ઠેકાણાને ઘેરી લીધું અને આતંકવાદીઓને બહાર આવવા કહ્યું, પરંતુ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા.
સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે:
પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે અને જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. કાર્યવાહી બાદ સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી બે M-4 કાર્બાઈન અને એક AK શ્રેણીની રાઈફલ જપ્ત કરી છે.
5 દિવસમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા:
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષના પહેલા પાંચ દિવસમાં આ પાંચમી એન્કાઉન્ટર છે અને અત્યાર સુધીમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા ચાર એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ માર્યા ગયા છે. 1 જાન્યુઆરીએ કુપવાડામાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ પછી, 3 જાન્યુઆરીએ અને શ્રીનગરમાં ભારતીય જવાનોએ લશ્કર કમાન્ડર સલીમ પારેને મારી નાખ્યો. આ સિવાય 1 વિદેશી આતંકવાદી પણ માર્યો ગયો. 4 જાન્યુઆરીએ કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. હવે આજે (5 જાન્યુઆરી) સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.